બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / coronavirus in Gujarat home minsiter amit shah in gujarat
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમણે કોલવડા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. બાદમાં અમિત શાહે જણાવ્યું કે, આજે નવા ઓક્સિજન પ્લાન્ટ ઉદ્ધાટન થયું છે. જેમાં દર મિનિટે 280 લિટર જેટલો હવામાંથી જ ખેંચીને દર્દીઓને પહોંચાડવાના પ્લાન્ટનું ઉદ્ધાટ થયું છે. સરકારે મોટા ગેસ સિલિન્ડર પણ અવેજીમાં રાખ્યા છે. જો આ પૂરવઠો ખોરવાય તો જાનહાની ન થાય. આ 280 લિટર ઑક્સિજન નવો જનરેટ થશે તે આપણી ઓક્સિજનની જરૂરિયાતને પૂર્ણ કરશે.
ADVERTISEMENT
અમિત શાહે કહ્યું કે, ગુજરાત સરકારે કોવિડ સામે મજબૂતીથી લડાઇ આદરી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ હોવાથી ઓક્સિજન વધુ ઉત્પાદન કરે છે. ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. અન્ય રાજ્યોને પણ વધારાનો ઓક્સિજન આપીશું. પીએમ કેર ફંડ હેઠળ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની શરૂઆત થઇ છે. અન્ય રાજ્યોની તુલનામાં ઓક્સિજન આપણી પાસે વધુ છે. ગુજરાતની ઓક્સિજનની વ્યવસ્થા વધુ મજબૂત થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,618 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,61,493 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોતથી ખળભળાટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 476 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.