બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat holi dhuleti celebreation stop
Gayatri
Last Updated: 04:06 PM, 27 March 2021
ADVERTISEMENT
અમદાવાદમાં હોળી અને ધૂળેટીની ઉજવણી માટે પોલીસે જાહેરનામું જાહેર કર્યું છે. હોળી દહન સમયે સામાજિક અંતરનું પાલન કરવું પડશે. ભીડ એકઠી ન થાય તે માટે પણ આયોજકોએ તકેદારી રાખવી પડશે. ધૂળેટીના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્ર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર મિલકતો પર કાદવ કીચડ કે રંગો નાખવા પર પ્રતિબંધ છે. હોળી દહન કાર્યક્રમ પણ કર્ફ્યૂ પૂર્વે કરવાનો રહેશે.. ધૂળેટીની ઉજવણીમાં CCTVથી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં ડ્રોનથી પણ મોનિટરિંગ કરવામાં આવશે. અમદાવાદમાં 12 DCP, 15 ACP, PI, PSI 175, અને 5500 પોલીસ કર્મી તેમજ 11 SRP ટુકડી, RAFની કંપની તૈનાત કરવામાં આવશે.
ADVERTISEMENT
શહેરમાં SRPની બે કંપનીઓ તૈનાત રહેશે
રાજકોટમાં હોળી-ધુળેટીને લઈને પોલીસ તંત્ર દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં SRPની બે કંપનીઓ તૈનાત રહેશે તથા હોમગાર્ડ સહિત 600 જવાનોનો બે દિવસ ચૂસ્ત બંદોબસ્ત રહેશે. આ સાથે ડ્રોન કેમેરાથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે. ધુળેટીએ સવારથી જ અલગ અલગ પોઈન્ટ પર ફોર્સ તૈયાર કરી દેવામાં આવશે મહત્વપૂર્ણ છે કે આ તમામ બંદોબસ્તનો પ્લાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતમાં વધતા કોરોનાના કેસોને લઇને પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. હોળીના તહેવારમાં પણ કોરોના રસી કેન્દ્રો ચાલુ રાખવામાં આવશે. બપોરે 2થી 8 વગયા સુધી રસી કેન્દ્રો ચાલુ રહેશે. આ માહિતી પાલિકા કમિશનરે ટ્વિટ કરી આપી છે.
વડોદરામાં રસ્તા સૂમસામ
સોસાયટીમાં થતી હોલિકા દહનની ઉજવણી મોકૂફ
અમદાવાદમાં હોળી-ધુળેટીના પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. શહેરીજનો સ્વેચ્છાએ હોલિકા દહનનું આયોજન કરશે નહીં. હોલિકા દહન પર સરકારની મંજૂરી છતાં હોળીનો તહેવાર ઉજવાશે નહીં. આ વર્ષે સ્થાનિકો સોસાયટી, ફ્લેટ્સમાં હોલિકા દહન કરશે નહીં. સોસાયટીમાં થતી હોલિકા દહનની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ, નવરંગપુરાના સ્થાનિકોએ નિર્ણય કર્યો છે.
પોલો ફોરેસ્ટ બંધ
રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈને તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી-ધુળેટીમાં કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે હેતુથી 27 માર્ચથી 4 એપ્રિલ સિુધી પોળો ફોરેસ્ટ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો તથા જાહેર રજાઓમાં લોકોના ધસારાને જોતા તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.