બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat birth and death certificate rules

સારા સમાચાર / ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જન્મ-મરણના દાખલા માટે લાઈનો બંધ, અને લેટ ફી મામલે પણ છૂટછાટ

Published By: Gayatri

Last Updated: 12:29 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે જન્મ મરણના દાખલા માટે લાઈનો માં નહીં ઉભુ રહેવુ પડે.

  • ઓનલાઈન મળશે જન્મ અને મરણનો દાખલો
  • જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે
  • કોવિડને કારણે લેટ ફી જતી કરવામાં આવશે

જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે.ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. 

ટૂંક જ સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે જ્ન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. 

જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે

મહાનગરો અને ગરપાલિકામાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે અને તે કારણે જ આ બારીઓ બંધ કરવામાં આવી છે. હવે જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે. ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે. 

કોવિડને કારણે લેટ ફી જતી કરવામાં આવશે

1 એપ્રિલ 2021થી 31મી જુલાઈ 2021 દરમિયાન બનેલા કે બનનારા જન્મ મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે 21 દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહી આવે. 

 

હાલ કોરોનાની મહામારીને કારણે હાલ બેહાલ છે

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 174 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.

 

May be an image of standing and text that says "VGujarati.com VTV ગુજરાતી ગુજરાતમાં કોરોના કેસ ઘટયા, મોત વઘી આજે 14120 કેસ, ગઈકાલથી 232 ઓછા -ગુજરાતમાં કોરોના વાયરસના 14,120 કેસ નોંધાયા, 174ના મોત -અમદાવાદમાં 5672, સુરતમાં 1764, વડોદરામાં 622, મહેસાણામાં 491 કેસ -ગઈકાલે 14,352 કેસ આવ્યા હતા, અત્યારે એક્ટિવ કેસ 1,33,191 -આજે 174 દર્દીઓએ ગુમાવ્યા જીવ, કુલ 6830 મોત |VTVGujarati"

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી 

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 491 નવા કેસ નોંધાયા હતા. 

અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,17,57,862 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. 

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5672 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1764 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 352 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 622 કેસ, જ્યારે ગ્રામ્યમાં 236 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 363 કેસ અને ગ્રામ્યમાં 71 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat coronavirus in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ