બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat amit chavda remdesivir injection

આક્ષેપ / અણઆવડતનો ભોગ બની રહ્યું છે ગુજરાત, બેઠક બોલવો અમે સરકારની સાથે છીએ, મદદ કરવા તૈયાર : કોંગ્રેસ

Published By: Gayatri

Last Updated: 03:09 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મુદ્દે રાજકારણ નહીં પણ અમે પણ પ્રજાની મદદ કરવા માંગીએ છીએ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ નિવેદન આપ્યુ છે.

  • અમિત ચાવડાનું નિવેદન
  • ''સરકાર કોંગ્રેસને 10 હજાર રેમડેસિવિર''
  • ''અમે વિના મૂલ્યે લોકને આપીશું''

કોરોના મુદ્દે કોંગ્રેસ રાજ્ય સરકાર સાથે હોવાનું કહીને રેમડેસિવર ઈન્જેક્શનની માંગ કરતું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યુ છે. 

સરકારની અણઆવતનો ભોગ બન્યુ ગુજરાત

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવુ નિવેદન પણ આપ્યું હતુ કે, ગુજરાત સરકારની અણઆવતનો ભોગ રાજ્ય બની રહ્યું છે, હોસ્પિટલમાં બેડ નથી અને ઓક્સિજનનો અભાવ છે, એક વર્ષ બાદ પણ સરકારે કંઈ કર્યુ નથી.  

શું કહે છે અમિત ચાવડા? 

અમિત ચાવડા કહે છે કે, તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. કોંગ્રેસ રાજકીય બાબતોને બાજુએ મૂકી સરકાર સાથે મસલત કરવા તૈયાર છે. સરકાર કોંગ્રેસને 10 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપે. કોંગ્રેસ વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ઇન્જેક્શન આપશે. કાયદાકીય અને આરોગ્યના રૂલ્સ સાથે કોંગ્રેસને મંજૂરી આપે. કોંગ્રેસના તમામ કાર્યાલયો કોવિડ કેર સેન્ટર માટે આપવા તૈયાર છે. સરકાર કોંગ્રેસ કાર્યાલયોમાં મેડિકલ સુવિધા ઉભી કરાવે આ માટે કોંગ્રેસ ભાજપ સરકારની સાથે છે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. 

ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Gujarat congress remdesivir injection કોરોના વાયરસ ગુજરાત કોંગ્રેસ remdesivir injection

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ