બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Corona virus Important decision lockdown Gujarat state 31st March
Hiren
Last Updated: 11:36 PM, 23 March 2020
ADVERTISEMENT
કોરોના વાયરસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાત્રીના 12 વાગ્યા બાદ ગુજરાતમાં 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાહનોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ, રાજ્યની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
લોકો વગર કારણે બહાર નહીં નિકળી શકે. બાઈક અને કાર સિવાય તમામ વાહન-વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે. જીવન જરૂરિયાત સિવાય તમામ વેપાર-ધંધા બંધ રહેશે. કારણ વગર બહાર નિકળનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. કેન્દ્ર સરકાર પાસે 4 RAFની કંપનીની માગ કરાઈ છે.
જાણો શું રહેશે બંધ
ADVERTISEMENT
જાણો શું રહેશે ચાલુ
મહત્વનું છે કે, કોરોના વાયરસના મુદ્દે CM નિવાસસ્થાને બેઠક મળી હતી. CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મામલે ચર્ચા થઇ હતી. DyCM અને ગૃહમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.