બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Corona case and Omicron case in Gujarat 26 January 2022
Vishnu
Last Updated: 06:36 PM, 27 January 2022
ADVERTISEMENT
ગુજરાતમાં ત્રીજી લહેરની પીક ગત સપ્તાહની સરખામણીએ ઘણી ઓછી થઈ છે. છેલ્લા 24 કલાકમાં 14,781 કેસ કોરોના પોઝિટિવ આવતા હવે પરિસ્થિતિ કાબૂમાં હોય તેવુ લાગી રહ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 5248 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 843 કેસ તો રાજકોટ શહેરમાં 944 કેસ, વડોદરા શહેરમાં 2412 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 544 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ સામે આવ્યા છે મહાનગરમાં કોરોના હાલ સુસ્ત પડી રહ્યો છે જ્યારે ગામડામાં કોરોના સંક્રમણ વધુ ફેલાયું હોય તેવુ લાગી રહ્યું છે. કોરોનાને લીધે 21 લોકોના મોત થયા છે. જ્યારે 20,829 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,28,192 સંખ્યા સુધી પહોંચી જતાં એક્ટિવ પેસન્ટનો કોરોના ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
આજે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 5325 કેસ, સુરતમાં 1228 કેસ, વડોદરામાં 3016 કેસ, રાજકોટમાં 1235 કેસ, જામનગરમાં 245, જૂનાગઢમાં 80 કેસ, ભાવનગરમાં 259, ગાંધીનગરમાં 746 કેસ, મહેસાણામાં 403, ભરૂચમાં 158 કેસ મોરબીમાં 125, કચ્છમાં 312 કેસ, વલસાડમાં 117 પાટણમાં 230 કેસ, બનાસકાંઠામાં 136, સાબરકાંઠામાં 142 કેસ, આણંદમાં 245, નવસારીમાં 132 કેસ, અમરેલીમાં 95 ખેડામાં 200 કેસ, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63 કેસ, તાપીમાં 33, દાહોદ 39 કેસ નોંધાયા, ગીર સોમનાથમાં 28 પોરબંદરમાં 42 કેસ, દ્વારકામાં 35, છોટાઉદેપુરમાં 09 કેસ, મહિસાગરમાં 04, નર્મદામાં 8 કેસ, ડાંગમાં 17 અરવલ્લીમાં 7 કેસ સામે આવ્યા છે
ADVERTISEMENT
દેશમાં એક્ટિવ કેસમાં ધરખમ વધારો
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં તેજીથી વધારો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ ઓમીક્રોન વેરિએન્ટના કેસ બમણી ગતિથી વધી રહ્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો દેશમાં 2 લાખ 85 હજાર 914 નવા કેસ નોંધાયા છે જ્યારે 665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે પોઝિટીવી રેટ 16.16 ટકા નોંધાયો છે. જો કે મહત્વની વાત તો એ છે કે ગત રોજની તુલનામાં આજે 11.7 ટકા કોરોનાના નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 22 લાખ 23 હજાર 18 થઈ ગઈ છે. જ્યારે કોરોના મહામારીમાં મોતનો આંકડો વધીને 4 લાખ 91 હજાર 127 થઇ ગઇ છે. ગઇકાલે દેશમાં 2 લાખ 99 હજાર 73 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 73 લાખ 70 હજાર 971 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઇ ગયા છે.
ચાર મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ
તારીખ | અમદાવાદ | સુરત | વડોદરા | રાજકોટ |
10 જાન્યુઆરી | 1893 | 1778 | 410 | 191 |
11 જાન્યુઆરી | 2861 | 1988 | 551 | 244 |
12 જાન્યુઆરી | 3843 | 2505 | 776 | 319 |
13 જાન્યુઆરી | 3673 | 2690 | 950 | 440 |
14 જાન્યુઆરી | 3090 | 2690 | 1274 | 296 |
15 જાન્યુઆરી | 2621 | 2215 | 1211 | 438 |
16 જાન્યુઆરી | 3315 | 2752 | 1242 | 467 |
17 જાન્યુઆરી | 4340 | 2955 | 1207 | 461 |
18 જાન્યુઆરી | 5998 | 3563 | 1539 | 1336 |
19 જાન્યુઆરી | 8529 | 3974 | 2252 | 1386 |
20 જાન્યુઆરી | 9957 | 3709 | 3194 | 1521 |
21 જાન્યુઆરી | 8804 | 2576 | 2841 | 1754 |
22 જાન્યુઆરી | 8332 | 2488 | 3790 | 2029 |
23 જાન્યુઆરી | 6277 | 2151 | 3355 | 621 |
24 જાન્યુઆરી | 4441 | 1374 | 3255 | 1149 |
25જાન્યુઆરી | 5386 | 1476 | 3802 | 1649 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.