બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / coromandel express was at full speed it was not possible to stop railway statement on odisha train accident

નિવેદન / 'ફૂલ સ્પીડમાં હતી કોરોમન્ડલ એક્સપ્રેસ, રોકવી અસંભવ હતી..' ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલવેનું નિવેદન, જણાવ્યું ક્યાં શું બન્યું

Kishor

Last Updated: 11:55 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશા ટ્રેન અકસ્માત મામલે રેલ્વે તંત્રનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પૂરપાટ ઝડપે ટ્રેન દોડતી હોવાથી તેને રોકવી શક્ય ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયુ હતું.

  • ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના મામલો
  • પુરજોશમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ અભિયાન
  • રેલવે તંત્રએ આપ્યું સત્તાવાર નિવેદન

ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક સાથે 288 જેટલા લોકોના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજાર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે રેલવેના સંબંધીત વિભાગનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ટ્રેન બેફામ સ્પીડે હોવાનું સામે આવ્યું છે. રેલવે દ્વારા સત્તાવાર નિવેદનમાં સામે આવ્યું છે કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશનની મુખ્ય લાઇન પરથી જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન બેફામ સ્પીડે હોવાથી સામે આવ્યું છે. તેને સ્ટેશન પર રોકવી શક્ય ન હતી. 

coromandel express was at full speed it was not possible to stop railway statement on odisha train accident


21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

જેને લઈને દુર્ઘટના સર્જાઈ હતી. પરિણામે 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું બહાર આવ્યું છે. મહત્વનુ છે કે દરેક સ્ટેશન પર અન્ય ટ્રેન પસાર કરવા માટે લુપ લાઇન લાગવાયેલ હોય છે. જે બહાનગા બજાર સ્ટેશન પર અપ ડાઉન, બે લપ લાઇન છે. આ લુપ લાઇન પર ટ્રેનને ત્યારે થોભાવવામાં આવે છે. જ્યારે કોઈ ટ્રેન સ્ટેશન પાસ કરાવે છે.

coromandel express was at full speed it was not possible to stop railway statement on odisha train accident


હાવડા-યશવંતપુર એક્સપ્રેસમાં 1039 લોકોનું રજિસ્ટ્રેશન
ડાઉન લાઇન ટ્રેન 12864 યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશનથી પસાર થઈ રહી હતી અને કોરોમંડલ સાથે અથડાઈ હતી. જેમા હાવડા એક્સપ્રેસના બે ડબ્બા ખડી ગયા હતા અને દુર્ઘટના સર્જાય હતી. રેલ્વે તંત્રના જણાવ્યા અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસમાં 1257 લોકોએ રિઝર્વેશન કરાવ્યું હતું. તો હાવડા-યશવંતપુર એક્સપ્રેસમાં 1039 લોકોનું અગાઉથી રજિસ્ટ્રેશન હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ