બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Convince Virat Kohli To Make Way For Youngsters", Ajit Agarkar Told For T20 World Cup:

ટી20 વર્લ્ડ કપ / 'કોહલીને મનાવો કે T20 વર્લ્ડ કપમાંથી ખસી જાય', આ વ્યક્તિને સોંપાયું કામ, રિપોર્ટમાં ધડાકો

Hiralal

Last Updated: 08:01 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલીને T20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવા આ ક્રિકેટરને સોંપાયું કામ, રિપોર્ટમાં ધડાકો, નવાને લેવા છે.

ટીમ ઈન્ડીયામાં 'કિંગ કોહલી' તરીકે જાણીતો વિરાટ કોહલી જુન 2024થી શરુ થઈ રહેલો ટી 20 વર્લ્ડ કપ ન રમે તો નવાઈ નહીં. રિપોર્ટમાં ધડાકો કરાયો છે કે ટીમ ઈન્ડીયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરને એવું કામ સોંપાયું છે કે તેમણે કોહલીને સમજાવવો જોઈએ કે તે ટી 20 વર્લ્ડ કપમાંથી ખસી જાય જેથી કરીને મીડલ ઓર્ડરમાં બીજા ખેલાડીઓને તક મળી શકે છે. અગરકરે કોહલીને સમજાવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

બીસીસીઆઈનો ઈરાદો શું છે
બીસીસીઆઈ ઈચ્છે છે કે કોહલી ટી 20 વર્લ્ડ કપમાંથી ખસી જાય અને જો તે આવું કરે તો મીડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, તિલક વર્મા અને શિવમ દૂબે જેવા ખેલાડીઓને તક મળી શકે છે. 

આઈપીએલના પર્ફોમન્સને આધારે વર્લ્ડ કપના ખેલાડીઓ નક્કી થશે 
સૂત્રોએ એવું પણ કહ્યું કે કોહલીએ હજુ સુધી વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો નથી જોકે કોહલી આઈપીએલમાં સારુ પર્ફોમન્સ કરે તો તે ટી 20 વર્લ્ડ કપમાં ટકી રહી શકે છે. 

અફઘાનિસ્તાન-વેસ્ટ ઈન્ડીઝ મેચોનું પ્રદર્શન વિરોધમાં ગયું
બીસીસીઆઈના પસંદગીકારોએ એ વાતની પણ નોંધ લીધી છે કે અફઘાનિસ્તાન ટી 20 સીરિઝ અને વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચોમાં પણ કોહલીનું પર્ફોમેન્સ જેવું જોઈએ તેવું રહ્યું નહોતું. આ વાતે પણ તેઓ નારાજ છે. 

RCમાં દમદાર પર્ફોમન્સ કોહલીની બાજી ફેરવી શકે
કોહલી આઈપીએલમાં RCB તરફથી રમવાનો છે જોકે હજુ તેણે જોડાવાની જાહેરાત કરી નથી, પુત્રના જન્મને કારણે તે ઈંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર રહ્યો હતો. 

મોહમ્મદ શમી પણ વર્લ્ડ કપમાંથી બહાર 
1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ શરુ થવાનો છે જોકે ભારતીય ટીમનું એલાન બાકી છે પરંતુ તે પહેલા ભારતીય ટીમનો ઝટકો લાગ્યો છે.  ટીમના સ્ટાર બોલર અને વન-ડે વર્લ્ડકપના હીરો રહેલા મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડકપ બહાર થઇ ગયો છે. શમી હવે સપ્ટેમ્બરમાં રમાનારી બાંગ્લાદેશ સામેની શ્રેણી દરમિયાન સીધો જ પુનરાગમન કરી શકે છે.  ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસમાં ટીમને બે ટેસ્ટ મેચ પણ રમવાની છે. એટલે કે હવે સપ્ટેમ્બર પહેલા શમી ફિટ નહીં હોય. આ કારણે તેને ટી-20 વર્લ્ડ કપ 2024માંથી પણ બહાર કરી શકાય છે.

ઋષભ પંતને સ્થાન મળી શકે
ટી 20 વર્લ્ડ કપમાં ઋષભ પંતની વાપસી થઈ શકે છે. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું હતું કે ઋષભ પંત સારુ રમી રહ્યો છે અને તેની તબિયત પણ સારી છે. જય શાહે પંત વિશે કહ્યું કે જો ઋષભ પંત T20 વર્લ્ડ કપ 2024 રમી શકે છે તો તે ખૂબ જ સારી વાત છે, જોકે એ પણ જોવું પડશે કે IPL 2024 દરમિયાન તેનું પ્રદર્શન કેવું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ