બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપ નેતાની નિમણૂકથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ, GCCIએ ઉઠાવ્યા સવાલ
Last Updated: 02:04 PM, 4 October 2024
ગુજરાત યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ગુજરાતી યુનિવર્સિટીમાં ખાલી રહેલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનાં સભ્યની નિમણૂંકને લઈ વિવાદ ઉભો થવા પામ્યો છે. ત્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલનાં સભ્ય તરીકે મનન દાણીની નિમણૂંક કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ત્યારે GCCI ની જાણ બહાર મનન દાણીની નિમણૂંક કરાઈ હોવાનો આરોપ છે. GCCI એ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી સવાલ ઉઠાવ્યા છે. કાઉન્સિલમાં નોમિની માટે નામ મોકલાયું ન હોવા છતાં નિમણૂંક કરવામાં આવી છે. ભાજપમાં પ્રદેશ સોશિયસ મીડિયા કન્વીનરની ગુજરાત યુનિવર્સિટીમાં નિમણૂંકથી વિવાદ સર્જાયો છે.
ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીનો ઈતિહાસ
ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત રાજ્યમાં આવેલી અગ્રહરોળની ઉચ્ચ શિક્ષણ માટેનું સંચાલન કરતી એક સંસ્થા છે. આ યુનિવર્સિટી સાથે અમદાવાદ શહેર તેમ જ તેની આસપાસના એક હજાર કિમીના વિસ્તારમાં આવેલી ૪૦૦થી વધારે પ્રતિષ્ઠિત કોલેજો જોડાયેલી છે. આ સંસ્થાને રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (એનએએસી) (National Assessment and Accreditation Council (NAAC)) દ્વારા બી++ એવો ગુણવત્તાક્રમાંક આપવામાં આવ્યો છે. આ ભારત દેશની સૌથી શ્રેષ્ઠ અને બહુમુખી ઉચ્ચ શિક્ષા સંસ્થાઓમાંથી એક છે.[સંદર્ભ આપો] આ ઉપરાંત, આ યુનિવર્સિટીના પરિસરમાં અભ્યાસ કરતા ૨,૨૪,૦૦૦ કરતાં અધિક વિદ્યાર્થીઓ અને વિભિન્ન સંબદ્ધિત કોલેજો સાથે ઉપમહાદ્વીપની સૌથી મોટી વિશ્વવિદ્યાલય પ્રણાલીઓ પૈકીની એક છે. આ યુનિવર્સિટી વિશેષ રૂપથી તેની સંલગ્ન ચિકિત્સા, વાણિજ્ય અને પ્રબંધન કોલેજો માટે પ્રસિદ્ધ છે. વિશ્વવિદ્યાલય પોર્ટ મેનેજમેન્ટ, નેનો પ્રૌદ્યોગિકી, ટિશ્યુ કલ્ચરમાં ક્ષેત્રીય/વિશેષ કાર્યક્રમો ચલાવે છે.
વધુ વાંચોઃ ધાંધિયાખાતું! ગુજરાતભરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ, અરજદારોની એપોઇન્ટમેન્ટ આટલી ઠેલાઈ
ગુજરાત યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ કોણ હતા.
ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પના ઓગણીસો વીસના દશકમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આચાર્ય આનંદશંકર બી. ધ્રુવ, દાદા સાહેબ માવળંકર અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવા સાર્વજનિક ઉત્સાહી અને સમજદાર લોકોએ કરી હતી. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ભારત દેશને આઝાદી મળ્યા પછીના સમયમાં કરવામાં આવી હતી. ઇ. સ. ૧૯૪૯ના વર્ષમાં, રાજ્ય સરકારના ગુજરાત વિશ્વવિદ્યાલય અધિનિયમ અંતર્ગત શિક્ષણ અને માન્યતા પ્રદાન કરનારા વિશ્વવિદ્યાલયના રૂપમાં આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.