બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ધાંધિયાખાતું! ગુજરાતભરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ, અરજદારોની એપોઇન્ટમેન્ટ આટલી ઠેલાઈ

અમદાવાદ / ધાંધિયાખાતું! ગુજરાતભરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ, અરજદારોની એપોઇન્ટમેન્ટ આટલી ઠેલાઈ

Last Updated: 01:26 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યમાં આરટીઓ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક આજે બીજા દિવસે પણ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં ફરી એક વખત આરટીઓનું સર્વર ટેકનિકલ કારણોસર ઠપ્પ રહેવાનાં કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગુરૂવારે ટ્રેક ટેકનિકલ કારણસર બંધ રહેતા અનેક અરજદારો અટવાયા હતા. આજે પણ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોને આગામી સપ્તાહની એપોઈમેન્ટ આપવામાં આવી હતી. અરજદારોને મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવાની સુવિધા નહી હોવાથી હાલાકી સર્જાઈ છે. એપોઈમેન્ટ માટે અરદારોએ આરટીઓ કચેરીનો ધક્કો ખાવો પડ્યો હતો. લાંબા સમયથી ટેસ્ટ ટ્રેકનાં મેઈન્ટેનન્સની કામગીરીનાં અભાવે સર્જાઈ છે. ત્યારે જો આજે સોફ્ટવેરની સમસ્યા દૂર ન થાય તો આવતીકાલે પણ ટેસ્ટ ટ્રેક બંધ રહી શકે છે.

સુરતમાં પણ અરજદારો અટવાયા

સુરતમાં પણ આજે આરટીઓનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ટેકનિકલ કારણોસર આખા રાજ્યમાં ટ્રેક બંધ છે. તેમજ નવી એપોઈન્ટમેન્ટ સપ્તાહ પછીની અપાઈ છે. તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં પણ ખામી સર્જાઈ છે. અરજદારો છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.

વધુ વાંચોઃ નકલી વેબસાઈટને ઓળખી લેજો! QR કોડ ભાડે લઈ આવી રીતે કર્યું 20 કરોડનું કૌભાંડ

અરજીઓ કેન્સલ થતા અરજદારોને ધરમનો ધક્કો

ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ ત્રણેય આરટીઓ ઓફીસમાં 500 થી વધુ અરજીઓ કેન્સલ થતા અરજદારો પરત ઘરે ગયા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં 400 થી વધુ અરજદારોને આરટીઓ ઓફીસનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે દિલ્હી સ્થિત NIC એ કોઈ પણ જાતની જાણ કર્યા વગર સર્વર બંધ કરી દેતા અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. સર્વર બંધ રહેતા આરટીઓ કચેરીએ ગુરૂવારે ટેસ્ટ માટે ફરી એપોઈન્ટમેન્ટ લેવાની સૂચના આપી હતી. ત્યારે અરજદારોએ એજન્ટોને નવી એપોઈમેન્ટ માટે વધુ રૂપિયા 100 ચૂકવવા પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad RTO Office Surat RTO Office Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ