બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Controversy in Asia Cup 2 teams out of finals due to new rules

નિયમ / એશિયા કપમાં વિવાદ: નવા નિયમથી 2 ટીમ ફાઈનલથી આઉટ! પાકિસ્તાની ટીમને ફાયદો જ ફાયદો

Kishor

Last Updated: 07:14 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ખરાખરીનો ખેલ યોજાશે. ત્યારે આ મેચને લઈને ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. મેચને લઈને રિઝર્વ ડે રખાયો છે.

  • એશિયા કપ 2023માં સુપર-4 મેચનો પણ પ્રારંભ
  • વરસાદની શકયતા હોવાથી મેચ સામે જોખમ ઝળુંબી રહ્યુ છે
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ખરાખરીનો ખેલ

એશિયા કપ 2023માં સુપર-4 મેચનો પણ પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પછાડી 7 વિકેટે જીત પોતાને નામ કરી છે. આવી સ્થિતિ વચ્ચે સુપર-4ની બાકીની 5 મેચો કોલંબોમાં યોજાવા જઇ રહી છે. જોકે 10 દિવસ સુધી કોલંબોમાં વરસાદની શકયતા હોવાથી મેચ સામે જોખમ ઝળુંબી રહ્યુ છે ખાસ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ખરાખરીનો ખેલ યોજાશે. ત્યારે આ મેચને લઈને ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેને લઈને વિવાદ છેડાઈ તો નવાઈ નહિ!

IND vs PAK : ભારત - પાકિસ્તાનની સુપર-4 મેચમાં પણ વરસાદ આવ્યો તો શું? કરોડો  ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ | india vs pakistan super 4 match 10 september  reserve day rule asia cup 2023

10મી સપ્ટેમ્બરે વરસાદ સહિત કોઈ વિઘ્ન આડે આવે તો...

આયોજકો દ્વારા ભારત અને પાકિસ્તાનની મેચને લઈને રિઝર્વ ડે રખાયો છે. જેનો મતલબ એવો છે કે જો 10મી સપ્ટેમ્બરે વરસાદ સહિત કોઈ વિઘ્ન આડે આવે તો 11મી સપ્ટેમ્બરે મેચ યોજાશે. આ અગાઉ ગ્રુપ રાઉન્ડમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન મેચમાં આયોજકોની ભૂલો પર સવાલ ઉઠ્યા હતા.

5 મેચોમાં 4 ટીમો મેદાને છે

સુપર-4 માટેની બાકી 5 મેચોમાં 4 ટીમો મેદાને છે. મીડિયા અહેવાલ અનુસાર 10 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જોકે બાકીની અન્ય ચાર મેચમા આવો નિયમ રખાયો નથી. એટલે કે જો વરસાદના કારણે મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચમાં રિઝર્વ ડે રાખવાથી બંને ટીમોને ફાયદો થશે. જેમાં પાકિસ્તાનને વધુ ફાયદો થઇ શકે છે. કારણ કે બાબર આઝમના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન સુપર-4 પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે.

પાકિસ્તાનની ફાઈનલ લગભગ નિશ્ચિત

પાકિસ્તાનના 2 પોઈન્ટ છે બાંગ્લાદેશ પ્રથમ મેચ હારી જતા હવે જો પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમને હરાવે છે તો તે ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે. બીજી તરફ જો ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવશે અને બાકી રહેલી 4 મેચો રદ થાય તો ભારત ફાઇનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં શ્રીલંકાની ટીમ સુપર-4માં એકપણ મેચ હાર્યા વિના ટાઈટલની રેસમાંથી બહાર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ