બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Controversy after high-profile Almost naked party in Russia: Rapper wearing only one sock jailed,

'Almost naked’ party / રશિયામાં હાઇપ્રોફાઇલ નેકેડ પાર્ટી બાદ વિવાદ : માત્ર એક મોજું પહેરીને આવનાર રૅપરને થઈ જેલ, પુતિને વીડિયો જોયો તો...

Megha

Last Updated: 02:39 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં અઠવાડિયા પહેલા એક પાર્ટી થઈ હતી જેમાં ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો, તેના પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. લોકો તેને 'નેકેડ પાર્ટી' કહી રહ્યા છે.

  • રશિયામાં યએક હાઇ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 
  • પાર્ટીની તસવીરો અને વિડીયો જોઈને લોકો ચોંકી ગયા હતા. 
  • રશિયામાં હાઇપ્રોફાઇલ નેકેડ પાર્ટી બાદ વિવાદ. 

રશિયામાં અઠવાડિયા પહેલા એક પાર્ટી થઈ હતી જેમાં ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. પરંતુ જ્યારે એ પાર્ટીની તસવીરો અને વિડીયો સામે આવ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા જે બાદ ઘણી ટીકા પણ થઈ હતી. આ આલોચનાનું એક કારણ એ હતું કે યુદ્ધ દરમિયાન એક હાઇ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે હજારો લોકો તેમની આજીવિકા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. 

બીજું કારણ આ પાર્ટીમાં હાજર રહેલા લોકોનું ડ્રેસિંગ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં લોકોએ ખૂબ જ ઓછા કપડા પહેર્યા હતા, જેના પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. લોકો તેને 'નેકેડ પાર્ટી' કહી રહ્યા છે. પાર્ટીમાં હાજરી આપનાર રેપરને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 

વાંચવા જેવુ: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને કઇ રીતે રાહત મળી? જાણો ભારતની કૂટનીતિક જીતની Inside story

અહેવાલ અનુસાર, આ પાર્ટી રશિયન બ્લોગર અનાસ્તાસિયા (નાસ્ત્યા) ઇવલીવા દ્વારા 21 ડિસેમ્બરે મોસ્કોમાં એક નાઇટક્લબમાં આપવામાં આવી હતી. જેમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં આવનારા લોકોએ 'પાર્ટી કરી' અને તેમના 'ઓછા કપડા' માટે ટીકા થઈ રહી છે. રેપર નિકોલાઈ વાસિલીવે પણ તેમાં હાજરી આપી હતી જેને વાસિયો તરીકે પણ ઓળખાય છે.

રિપોર્ટ અનુસાર, વાસિયોએ પાર્ટીમાં માત્ર મોજાથી પોતાનું પેનિસ છુપાવ્યું હતું. આ સિવાય તેણે કંઈ પહેર્યું ન હતું. હવે મોસ્કોની એક કોર્ટે તેને 15 દિવસની જેલની સજા સંભળાવી છે. તેમજ 2 લાખ રૂબલ એટલે કે અંદાજે 1 લાખ 80 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કોર્ટે વાસિયોને 'બિન-પરંપરાગત જાતીય સંબંધો'ના પ્રચાર કરવા બદલ સજા સંભળાવી છે. 

એવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તાની એક વીડિયો ક્લિપ ફરતી થઈ રહી છે. આમાં તે પાર્ટીમાં હાજરી આપનાર એક સેલિબ્રિટીને સફાઇ આપતા સાંભળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ પાર્ટીના ફૂટેજ જોયા પછી યુક્રેન સાથે રશિયાના યુદ્ધમાં લડતા સૈનિકોએ પણ તેની ફરિયાદ કરી છે. કહેવાય છે કે આ પાર્ટીની તસવીરો પુતિન સુધી પણ પહોંચી હતી. આનાથી તેઓ ખૂબ નારાજ હોવાનું કહેવાય છે.

પાર્ટીમાં સામેલ થયેલી ઘણી સેલિબ્રિટીઓએ માફી માંગી છે. પાર્ટી થ્રો કરનાર બ્લોગર અનાસ્તાસિયા ઇવલીવાએ પણ માફી માંગી છે. તેણે પોતાના વિડિયો સંદેશમાં કહ્યું છે કે તે પોતાના કૃત્ય પર પસ્તાવો કરે છે. તેણે પોતાને 'બીજી તક' આપી આપવા અપીલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ