બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversial mural at Varnindra Dham removed amid Salangpur controversy

સુરેન્દ્રનગર / સાળંગપુર વિવાદ વચ્ચે વર્ણીન્દ્ર ધામમાં વિવાદિત ભીંતચિત્ર હટાવાયું, ટ્રસ્ટીઓએ કહ્યું આવું કશું અહીં હતું જ નહીં

Malay

Last Updated: 04:05 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy: પાટડીના વર્ણીન્દ્ર ધામ મંદિરમાંથી હનુમાનજીની વિવાદિત તસવીરને હટાવાઈ, સાળંગપુર વિવાદ બાદ હનુમાનજીની તસવીર હટાવ્યાની ચર્ચા.

  • સુરેન્દ્રનગર વર્ણીન્દ્ર ધામમાં વિવાદિત તસવીર હટાવાઈ
  • VTV NEWS પાટડીના વર્ણીન્દ્ર ધામ પહોચ્યું
  • હનુમાનજીની તસવીર હટાવી દેવાતા વિવાદનો અંત આવ્યો

Salangpur Temple Controversy: બોટાદના સાળંગપુરમાં ભીંતચિત્રને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સાધુ-સંતોમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમદાવાદના ભારતી આશ્રમ ખાતે સાધુ-સંતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને હનુમાન ભક્તો ભીંતચિત્રોને હટાવી લેવાની માંગ કરી રહ્યા છે. 

વણીન્દ્ર ધામમાંથી વિવાદિત ફોટાને હટાવાયો
સાળંગપુર સહિત કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના પાટડી ખાતે આવેલા  વર્ણીન્દ્ર ધામ મંદિરમાંથી હનુમાનજીની વિવાદિત તસવીરને હટાવી લેવામાં આવી છે. હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ વકરતા મંદિરના તંત્ર દ્વારા દિવાલ પર લગાવેલી ફ્રેમને હટાવી દેવામાં આવી છે. સાથે વિવાદિત તસવીરો પણ અહીંથી હટાવી લેવામાં આવી છે. જ્યારે VTV ન્યૂઝ દ્વારા આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું કે આવું કોઈ ચિત્ર અહીં હતું જ નહીં.

વધી રહ્યો છે વિરોધનો વંટોળ
આપને જણાવી દઈએ કે, સાળંગપુર ખાતેથી ભીંતચિત્રોને લઈને વિવાદ સામે આવ્યા બાદ એક પછી એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. સાળંગપુર, કુંડળધામ,  સાયલાના લોયાધામ અને પાટડીમાં વર્ણીન્દ્ર ધામમાં ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ દર્શાવવામાં આવ્યા હતા. 

પાટડીના વર્ણીન્દ્રા ધામમાં હનુમાનજીની તસવીર

તસવીર વાયરલ થયા બાદ ભક્તો થયા હતા લાલઘૂમ
સુરેન્દ્રનગરના પાટડીના વર્ણીન્દ્ર ધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીને ફળ આપતા દર્શાવવામાં આવ્યા હતા, જેની તસવીર દિવાલ પર લગાવેલી હતી. જેમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા હતા. જેને લઈને પણ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે વિવાદ વકરતા તસવીરને દિવાલ પરથી હટાવી દેવામાં આવી છે.  

જાણો સાળંગપુરમાં કેમ સર્જાયો છે વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામિનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ