બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Considering setting up of committee to examine execution of less painful death penalty: Centre to Supreme Court

ન્યાયિક / મોટી ખબર : ફાંસીને બદલે ઓછા પીડાદાયક મોતનો વિકલ્પ શોધશે કમિટી, સરકારે સુપ્રીમને કરી જાણ

Hiralal

Last Updated: 03:33 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સુપ્રીમને જાણ કરી છે કે ફાંસીને બદલે ઓછા પીડાદાયક મોતનો વિકલ્પ શોધવા માટે એક કમિટીની રચના કરવાનો સરકારનો વિચાર છે.

  • દેશમાં હાલ ફાંસી આપીને દોષીને મારી નાખવાની સજા
  • ટૂંકમાં ફાંસીને બદલે મોતની સજાનો બીજો કોઈ વિકલ્પ આવી શકે
  • સરકારની સુપ્રીમમાં કબૂલાત

 કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ફાંસીને બદલે ઓછા દર્દનાક મોતનો વિકલ્પ શોધવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવા પર વિચાર કરી રહી છે. એટર્ની જનરલે ફાંસીના વિકલ્પ પર સરકારના વલણની સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. 27 માર્ચે, ભારતના ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડે કેન્દ્રને એવા કાયદાની તરફેણમાં દલીલ કરવા જણાવ્યું હતું કે જે મૃત્યુ માટે દોષિત વ્યક્તિને શ્વાસ બંધ થઈ જાય ત્યાં સુધી ફાંસીએ લટકાવી રાખવાની મંજૂરી આપે છે. 

ચીફ જસ્ટીસે ચંદ્રચુડને ફાંસીની સજા વધારે પીડાદાયક લાગી 
ચીફ જસ્ટીસે ચંદ્રચુડે કેન્દ્ર સરકારે મોતની સજાના બીજા વિકલ્પોની શોધ કરવાનું જણાવ્યું હતું કારણ કે સુપ્રીમ કોર્ટને ફાંસીની સજા વધુ આકરી લાગે છે. સમાજનો એક મોટો વર્ગ એવો છે જે મૃત્યુ માટે ફાંસી આપવાની વર્તમાન પદ્ધતિ સાથે સંમત નથી. લોકો માને છે કે મૃત્યુની આ પદ્ધતિ 'બર્બર અને પીડાદાયક' છે. દેશમાં લાંબા સમયથી મૃત્યુદંડને નાબૂદ કરવા અથવા મૃત્યુનો ઓછો પીડાદાયક વિકલ્પ શોધવાની હાકલ કરવામાં આવી રહી છે. 2017માં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. આ અરજીમાં, તેમણે મૃત્યુદંડના અમલ માટે "વધુ સંસ્કારી અને પ્રતિષ્ઠિત વિકલ્પ" શોધવાની માંગ કરી હતી. મલ્હોત્રાએ દલીલ કરી હતી કે જે ગુનેગારનું જીવન સમાપ્ત થવાનું છે તેને ફાંસી આપીને સહન કરવાની ફરજ પાડવી જોઈએ નહીં.

કોને કહેવાય ફાંસીની સજા, કરાઈ વ્યાખ્યા 
આ પીઆઈએલમાં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ની કલમ 345(5)ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. આ કલમમાં લખવામાં આવ્યું છે કે, "જે વ્યક્તિને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, તેને ગળે ફાંસો લગાવીને સજા કરવામાં આવશે." ગુનેગાર વ્યક્તિ મરી ન જાય ત્યાં સુધી ફાંસીએ લટકતો રહેશે. જો કે, 1982ના બચન સિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબ કેસમાં મૃત્યુદંડની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે.રકાર અન્ય વિકલ્પોનો અભ્યાસ કરવા માટે સમય માંગે છે
જાન્યુઆરી 2018માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડેથ વોરંટનો અમલ કરવા માટે ફાંસી એ જ એકમાત્ર "સંભવિત" વિકલ્પ છે. મૃત્યુદંડ માટે અન્ય દેશોમાં કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે તેનો અભ્યાસ કરવા માટે તેમને સમયની જરૂર છે.

વિશ્વમાં અલગ અલગ રીતે મોતની સજા 
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે દુનિયામાં 55 દેશ એવા છે જ્યાં સજાના રૂપમાં મોતની સજા આપવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન ફાંસી એ સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ હતી. અન્ય દેશોમાં ફાંસી આપવા સિવાય પણ મૃત્યુને આપવાના અલગ-અલગ રસ્તા છે. જેમ કે, ચીનમાં દોષિત વ્યક્તિને ગોળી મારીને મોતની સજા ફટકારવામાં આવે છે. સાઉદી અરબમાં દોષીનું માથું વાઢી નાખવામાં આવે છે. જ્યારે અમેરિકામાં ઝેરી ઈન્જેક્શન અને વીજ કરંટથી મોતની સજા આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ