બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress win then development will stop we will make Garbada number 1 Amit Shah

દાહોદ / કોંગ્રેસને જીતાડો છો એટલે વિકાસ રૂંધાય છે, ભાજપને જીતાડો ગરબાડાને નંબર 1 બનાવીશું : અમિત શાહની ખાતરી

Kishor

Last Updated: 03:53 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદના ગરબાડામાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું હતું કે તમે કોંગ્રેસને જિતાડો છો એટલે વિકાસ રુંધાય છે.

  • કોંગ્રેસે ક્યારેય આદિવાસી સ્વતંત્ર સેનાને નથી કર્યા યાદ: શાહ
  • દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી પ્રધાનમંત્રી મોદીએ અપાવ્યું ગર્વ- શાહ
  • ભાજપને જીતાડો 5 વર્ષમાં ગરબાડાને નંબર 1 બનાવીશું : શાહ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનને હવે ઘડીઑ ગણાઈ રહી છે. ત્યારે તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ હાલ જોર જોરથી પ્રચારમાં વ્યસ્ત છે. રાજ્યમાં 7મી વખત ભાજપને સત્તામાં લાવવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીતના લોકપ્રિય નેતાઓ પણ ભવ્ય રેલી યોજી રહ્યા છે.  બે દિવસથી ગુજરાત પ્રવાસે આવેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના જુદા-જુદા શહેરોમાં સંખ્યાબંધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાંરે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ ગુજરાત પ્રવાસે છે.  તેઓએ આજે દાહોદના ગરબાડામાં સભા સંબોધી હતી આ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.


કોંગ્રેસે રામ મંદિર નિર્માણનું કામ અટકાવ્યું હતું
દાહોદના ગરબાડામાં અમિત શાહે કોંગ્રેસ પર  પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય આદિવાસી સ્વતંત્ર સેનાને યાદ કર્યા નથી. કોંગ્રેસએ ક્યારેય કોઈ આદિવાસીને ગર્વ ન અપાવ્યું હોવાનું પણ જણાવાયું હતુ. જ્યાં પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીએ આદિવાસીને રાષ્ટ્રપતિ તરીકેના યશસ્વી સ્થાન પર  બેસાડ્યા છે. દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી પ્રધાનમંત્રી મોદીએ ગર્વ અપાવ્યો હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.   


તમે કોંગ્રેસને જીતાડો છો એટલે વિકાસ રૂંધાય છે : અમિત શાહ
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આદિવાસી માટે 900 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું. જ્યાંરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી માટે 1 લાખ કરોડનું બજેટ લાવ્યા હોવાનું કહી તેમણે ઉલ્લેખ કર્યો કે, કોંગ્રેસે રામ મંદિર નિર્માણનું કામ અટકાવ્યું હતું. જ્યાંરે પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. તમે કોંગ્રેસને જીતાડો છો એટલે તમારો વિકાસ રૂંધાયો છે. ત્યારબાદ દાવા સાથે કહ્યું હતું કે ભાજપને જીતાડો 5 વર્ષમાં ગરબાડાને નંબર 1 વિસ્તાર બનાવવાની હું આપું ખાતરી આપું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ