બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Congress spokesperson Hiren Banker attacks the government on the drugs issue

વર્લ્ડ ડ્રગ્સ ડે / 'છેલ્લા 4 વર્ષમાં 64,561 હજાર કિલો ડ્રગ્સ અને નશીલા પદાર્થ ઝડપાયા', ગુજરાત કોંગ્રેસે સરકારને બતાવ્યો અરીસો, ઉઠાવ્યો પોલીસનો મુદ્દો

Dinesh

Last Updated: 09:08 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ફૂલોફાલ્યો છે તેમજ છેલ્લા 4 વર્ષમાં 64,561 હજાર કિલો ડ્રગ્સ અને નશીલા પદાર્થ ઝડપાયા છે

  • કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરના સરકાર પર પ્રહાર
  • 'ડ્રગ્સ નાબૂદી માટે દેશમાં પૂરતો પોલીસ સ્ટાફ નથી'
  • 'ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બને તે ચિંતાજનક છે'

આજે વર્લ્ડ ડ્રગ્સ દિવસ છે, ડ્રગ્સની બદીને દૂર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર તીખા પ્રાહર કર્યો હતાં, કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે પત્રકાર પરિષદ યોજી સરકાર પર વિવિધ આક્ષેપો કર્યો હતો.  

'ડ્રગ્સનો કારોબાર ફૂલોફાલ્યો છે'
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ફૂલોફાલ્યો છે તેમજ છેલ્લા 4 વર્ષમાં 64,561 હજાર કિલો ડ્રગ્સ અને નશીલા પદાર્થ ઝડપાયા છે તેમણે વધુમાં જણાવ્યું કે, 2018-21માં  64,561 હજાર કિલો ડ્રગ્સ અને નશીલા પદાર્થ ઝડપાયું છે તેમજ 986 લીટર પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડ્રગ્સ નાબૂદી માટે દેશમાં પૂરતો પોલીસ સ્ટાફ નથી. 

ડ્રગ્સના સેવન ને રોકવા સરકારે આગળ આવવું જરૂરી
તેમણે કહ્યું કે, પ્રતિ લાખ 196 પોલીસ જવાનો ફાળવાયા છે જેની સામે 152 પોલીસ જવાન છે તેમજ ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બને તે ચિંતાજનક છે, સરકારે ડ્રગ્સ નાબૂદી માટે સફાળું જાગવું જરૂરી છે. સરકાર સમયસર જાગૃતિ નહીં આવે તો વધુ મહિલા અને બાળકો આ દુષણનો ભોગ બનતા રહેશે. તેમણે કહ્યું કે, ડ્રગ્સના સેવન ને રોકવા સરકારે આગળ આવવું જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ