બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / congress leader ghulam nabi azad padma bhushan

રાજકારણ / મોદી સરકાર દ્વારા આઝાદને પદ્મ સન્માન અપાતાં કોંગ્રેસમાં ભડાકાના એંધાણ, સિબ્બલે પાર્ટી પર કર્યા પ્રહાર

Pravin

Last Updated: 02:32 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ટોચના નેતાઓમાંના એક એવા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને મોદી સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે

કોંગ્રેસના ટોચના નેતાઓમાંના એક એવા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને મોદી સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આવું ત્યારે થયું જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. આપને જણાવી દઈએ કે, ગુલામ નબી આઝાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેમનું નામ એ 23 લોકોમાં શામેલ છે, જેમણે પાર્ટી નેતૃત્વમાં ફેરફારની માગને લઈને હાઈકમાન્ડને પત્ર લખ્યો હતો.

ગુલામ નબી આઝાદ કોંગ્રેસના પ્રથમ નેતા

મોદી સરકારમાં આ સન્માનને મેળવનારામાં ગુલામ નબી આઝાદ કોંગ્રેસના પ્રથમ નેતા છે. આ અગાઉ પ્રણવ મુખર્જીને ભારતરત્ન મળ્યો હતો, પણ આ રાષ્ટ્રપતિ તરીકેના કામ બાદ સત્તાવાર રીતે રાજનીતિથી ઉપર માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, આ અગાઉ પીએમ મોદીએ ગુલામ નબી આઝાદના ભરપૂર વખાણ કરી ચુક્યા છે. આવા સમયે પદ્મભૂષણની જાહેરાતને લઈને તમામ પ્રકારના ક્યાસ લગાવામાં આવી રહ્યા છે. 

કપિલ સિબ્બલના આકરાં પ્રહાર

કપિલ સિબ્બલે ટ્વીટ કરીને કોંગ્રેસનો ટાર્ગેટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ મળ્યો છે. અભિનંદન ભાઈજાન. કઠણાઈ એ છે કે, જ્યારે દેશ સાર્વજનિક જીવનમાં તેમના યોગદાનને માન્યતા આપી રહ્યું છે, અને કોંગ્રેસને તેમની સેવાઓની જરૂર નથી. આમ તો, આ કંઈ પહેલો મોકો નથી, આ અગાઉ પણ કેટલીય વાર સિબ્બલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહારો કર્યા છે. જો કે, આ મામલે હજૂ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આવી નથી.

 

જમ્મુ કાશ્મીરમાં બતાવી ચુક્યા છે પોતાની તાકાત

જણાવી દઈએ કે, ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીની ડિસિપ્લિનરી એક્શન કમિટિની બીજી વાર રચના કરી હતી. આ પેનલથી આઝાદનું નામ હટાવી દેવામાં આવ્યું હતું. આ એ સમયે થયું જ્યારે જમ્મુ કાશ્મીર કોંગ્રેસના 20 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આપને જણાવી દઈએ કે, આ તમામ આઝાદના નજીકના મનાય છે.

કોંગ્રેસે સાઈડલાઈન કર્યા, મોદી સરકારે વખાણ કર્યા

કોંગ્રેસમાં આઝાદને નજરઅંદાજ કરતા અને પીએમ મોદી દ્વારા વખાણ કર્યા બાદ હવે તેમને પદ્મભૂષણ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવા સમયે ગુલામ નબીના ઈન આઉટને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. હકીકતમાં કહેવાય છે કે, પાર્ટી હાઈકમાન્ડે પણ કેટલાય અવસરે ગુલામ નબી આઝાદની ગતિવિધિઓના કારણે તેમને નજરઅંદાજ કર્યા છે. ત્યારે આવા સમયે આઝાદ સાઈડલાઈન થઈ રહ્યા છે.

આઝાદ હાથમાંથી નિકળી જવાનો ડર

એટલું જ નહીં કોંગ્રેસની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ જ્યારે ગુલામ નબી આઝાદે ગત વર્ષે ડિસેમ્બરમાં જમ્મુ કાશ્મીરમાં ઉપરાઉપરી રેલીઓ કરી હતી . તેમની રેલીઓમાં આવી રહેલી ભીડે પાર્ટીની ચિંતા વધારી હતી. ત્યાર બાદ હવે 24 જાન્યુઆરીએ કોંગ્રેસે પોતાના 30 સ્ટાર પ્રચારકોના નામમાં જાહેર કરી દીધા છે. જેમાં ગુલામ નબી આઝાદનું નામ પણ શામેલ છે.

જુદી જુદી અટકળો વહેતી થઈ

કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદને લઈને હલચલ એટલી વધી ગઈ છે કે, પાર્ટીના કેટલાય નેતાઓ હાલમાં જ ભાજપમાં જોડાઈ ગયા છે. આરપીએન સિંહ તાજૂ ઉદાહરણ છે. તો વળી પીએમ મોદીની સાથે ગુલામ નબી આઝાદના સંબંધોને જોતા કોંગ્રેસ પાર્ટીમાં રહેશે કે, જતાં રહેશે તેને લઈને વાતો શરૂ થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ