ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress Kadir Pirzada Controversy statement on Naresh Patel Dinesh Bambhaniya reaction
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદાએ 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિવાદ વકર્યો છે. PAAS નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદિર પીરજાદા માંફી માગે તેવી માગ કરી છે. બાંભણિયાએ કહ્યું કે જો પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશું.
પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશુંઃ દિનેશ બાંભણિયા
ગઇકાલે પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.
ADVERTISEMENT

શું બોલ્યા હતા કદિર પીરજાદા ?
તમે 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો(લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના ,કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે ,બતા તેરી રજા કયા હે ? ફરીયાદ કરવાનું છોડી દો.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ