બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Congress has announced the list of star promoters regarding the Gujarat assembly elections

BIG BREAKING / ગુજરાત ઇલેક્શન માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, રાહુલ ગાંધી-જગદીશ ઠાકોર સહિત આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં

Dinesh

Last Updated: 03:29 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર; મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા, રાહુલ ગાંધી સહિત 40 નેતાનો સમાવેશ, ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, મેવાણી, અનંત પટેલને સ્થાન

  • વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે સ્ટાર પ્રચાકોની યાદી કરી જાહેર
  • મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી સહિત 40 નેતાનો સમાવેશ
  • ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, મેવાણી, અનંત પટેલને સ્થાન


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખોના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે 40 જેટલા સ્ટાર પ્રચારકો નિમ્યા છે. જો કે કોંગ્રેસ પણ પ્રચારમાં પાછી પાની કરવા માગતી નથી જેથી તેણે પણ વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે. 

કોંગ્રેસે 40 સ્ટાર પ્રચાકોની યાદી કરી જાહેર
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે. જેમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી સહિત 40 નેતાઓનો સમાવેશ થાય છે. પ્રિયંકા ગાંધી, દિગ્વિજયસિંહ, સચિન પાયલોટનો સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપાયું છે. જે યાદીમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓનું પણ નામ છે. ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, મેવાણી, અનંત પટેલને સ્થાન અપાયું છે.
જુઓ, 40 સ્ટાર પ્રચાકોની યાદી

આ બેઠકો પર ઉમેદવારને લઈ કોંગ્રેસ કન્ફ્યુઝ
મહત્વનું છે કે, કોંગ્રેસે હજી સુધી પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર નામ જાહેર નથી કર્યા.

36 પૈકી 10 વર્તમાન ધારાસભ્યો છતાં નિર્ણય અધ્ધરતાલ 
36 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય છે છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેમાં પાલનપુર મહેશ પટેલ, દિયોદર શિવાભાઈ ભુરીયા, બેચરાજી ભરતજી ઠાકોર, બાયડ જશુભાઇ પટેલ, વિરમગામ લાખાભાઇ ભરવાડ, ધંધુકા રાજેશભાઈ ગોહિલ, પેટલાદ નિરંજન પટેલ, ઠાસરા કાંતિભાઈ પરમાર, કપડવંજ કાળુભાઇ ડાભી અને બાલાસિનોરના અજિત ચૌહાણ વર્તમાન ધારાસભ્ય છે. આમ છતાં હવે આ 10 માં થી કોઈની ટિકિટ કપાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ