બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Communist Party of India (Marxist) leader Vrinda Karat reached Jantar-Mantar

વિવાદ / VIDEO: ખેલાડીઓના ધરણાં છે, મેડમ મંચ પરથી નીચે આવી જાઓ...: પહેલવાનોએ CPI વૃંદા કરાતને ન આપ્યું માઇક

Priyakant

Last Updated: 03:05 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો

  • જંતર-મંતર ખાતે ભારતીય રેસલિંગ ફેડરેશન સામે કુસ્તીબાજોની હડતાળ 
  • ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના નેતા વૃંદા કરાત પહોંચ્યા જંતર-મંતર 
  • કુસ્તીબાજોએ વૃંદા કરાતને સ્ટેજ પર આવતા અટકાવ્યા
  • રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે, તેને રાજકારણનું કેન્દ્ર ન બનાવો

દિલ્હી જંતર-મંતર ખાતે ભારતીય રેસલિંગ ફેડરેશન સામે કુસ્તીબાજોની હડતાળ ચાલુ છે. તેવામાં આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે, વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ફેડરેશનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ દરમ્યાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના નેતા વૃંદા કરાતને પણ કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા. જોકે કુસ્તીબાજોએ વૃંદા કરાતને સ્ટેજ પર આવતા અટકાવ્યા. રેસલર બજરંગ પુનિયાએ તેમને કહ્યું કે, તેને રાજકારણનું કેન્દ્ર ન બનાવો.

વૃંદા કરાતનો આભાર માન્યો પણ સ્ટેજ પર ન આવવા દીધા 
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ જંતર-મંતર પહોંચીને કુસ્તીબાજોને સમર્થન આપવા બદલ વૃંદા કરાતનો આભાર માન્યો હતો. બજરંગ પુનિયાએ તેમને હાથ જોડીને વિનંતી કરી કહ્યું, તમને સ્ટેજની સામે બેસવાની વિનંતી છે, કોઈને માઈક નહીં મળે. મેડમ, તમને વિનંતી છે, મહેરબાની કરીને સ્ટેજ પરથી નીચે આવો. તેને રાજકીય મુદ્દો ન બનાવો. તમે નીચે જાઓ આ ખેલાડીઓની હડતાળ છે. આ કોઈ રાજકીય લડાઈ નથી.

કુસ્તીબાજો કેમ કરી રહ્યા છે વિરોધ?
કુસ્તીબાજોએ બુધવારે જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી રમતવીરો હડતાળ પર બેસી ગયા. જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ફેડરેશનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે, રેસલિંગ ફેડરેશન નવા નિયમો બનાવીને ખેલાડીઓને હેરાન કરે છે.

રમતગમત મંત્રાલય પણ એક્શનમાં આવ્યું 
કુસ્તીબાજોના આરોપોની નોંધ લેતા રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશનને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે કહ્યું હતું. મંત્રાલયનું કહેવું છે કે, આ મામલો એથ્લેટ્સના કલ્યાણ સાથે જોડાયેલો છે, તેથી મંત્રાલયે તેને ગંભીરતાથી લીધો છે. એટલું જ નહીં મંત્રાલયે 18 જાન્યુઆરીથી લખનૌમાં યોજાનાર મહિલા રાષ્ટ્રીય કુસ્તી શિબિરને પણ રદ્દ કરી દીધો છે. જેમાં 41 કુસ્તીબાજો, 13 કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેવાનો હતો.  

તપાસ માટે કમિટી બની શકે 
મહત્વનું છે કે, ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે ફોન પર વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મંત્રાલય કુસ્તી મહાસંઘથી ખુશ નથી. મંત્રાલય રેસલિંગ એસોસિએશન પર પગલાં લેવાનું વિચારી રહ્યું છે. મંત્રાલય મામલાની તપાસ માટે એક કમિટી બનાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ