ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં EDની તપાસમાં સૌથી મોટા સમાચાર, કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની બદલી

કાર્યવાહી / સુરેન્દ્રનગરમાં EDની તપાસમાં સૌથી મોટા સમાચાર, કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની બદલી

Published By: Vishal Khamar

Last Updated: 09:33 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીન કૌભાંડમાં સંડોવાયેલ સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડતા અનેક દસ્તાવેજો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.જે બાદ સરકાર દ્વારા કલેક્ટરને તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં તા. 23 ના રોજ કલેક્ટર તેમજ નાયબ મામલતદારને ત્યાં ઈડી દ્વારા રેડ કરી અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સરકાર દ્વારા તાત્કાલીક અસરથી કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરી હતી. તેમજ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા હતા. તેમજ સુરેન્દ્રનગર ડીડીઓને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય અધિકારીઓને ત્યાં ઈડીએ દરોડા પાડી તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફીસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે એસીબીએ લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

ગત રોજ ઈડીની સ્પેશ્યલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. રેડ દરમ્યાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો તેમજ દસ્તાવેજો તેમજ મોબાઈલમાંથી ડેટા મળી આવ્યો હતો. ઈડીએ તમામ દસ્તાવેજો કબ્જે કરી નાયબ મામલતદારની ધરપકડ કરી હતી. જે બાદ તેને ઈડીની સ્પેશ્યલ કોર્ટના જજના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી ચંદ્રસિંહ મોરીનો વકીલ ન હોવાથી લીગલ એઈડમાંથી વકીલની માંગણી કરી હતી.

સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે. કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે. લખતરના બલભદ્રસિંહની જમીન મુદ્દેમાં ભ્રષ્ટ્રાચારની આશંકાને લઈ તપાસ શરૂ કરી છે. બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા છે. કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે 3 વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

PA જયરાજસિંહ ઝાલાની પણ કૌભાંડમાં આશંકા

આ જમીન કૌભાંડમાં કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાની પણ સંડોવાયેલ હોવાની આશંકા છે. જયરાજસિંહ ઝાલા પણ લખતર ગામમાંથી જ આવી રહ્યા છે. બલભદ્રસિંહની જમીન મુદ્દે પીએ જયરાજસિંહની સાઠગાંઠ સાથે કૌભાંડની આશંકા છે. ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકાએ તપાસ ચાલી રહી છે.

કૌટુંબિક જમીનનો વિવાદ ચાલી રહ્યો છે: પૃથ્વીરાજસિંહ

જમીનના વિવાદ મુદ્દે રાજવી પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું કે, કૌટુંબિક જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. બલભદ્રસિંહજીની જમીન છે એ મામલે અમારી કોર્ટમાં લડત ચાલુ છે. તેમજ ઈડીના દરોડા વિશે મને કોઈ જાણકારી નથી. સ્મશાનની જમીનનો પણ વહીવટ કરી નાંખ્યો હોવાનો પૃથ્વીરાજસિંહે આક્ષેપ કર્યો હતો.

Surendranagar ED Raid : સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી (NA) મંજૂરીને લઈને કરોડોના કથિત કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. વાસ્તવમાં લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશન બાદ EDએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર ધરપકડ કરી છે. આજે તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સ્પેશિયલ અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે.

જાણો શું છે સમગ્ર મામલો ?

મંગળવારની વહેલી સવારથી EDની અલગ-અલગ ટીમોએ સુરેન્દ્રનગરમાં કાર્યવાહી શરૂ કરી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરથી આવેલી ટીમોએ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ જાડેજા તેમજ એક વકીલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

કલેક્ટરના ભીનું સંકેલી લેવાના પ્રયાસ

આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મોટી શંકાસ્પદ બાબત એ છે કે, EDના દરોડા પડ્યા તેન ત્રણ દિવસ પહેલાં જ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે NA શાખાને અચાનક વિખેરી નાખી હતી. NA શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરથી ઠપકો મળ્યા બાદ આ બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને કારણે શંકા વધુ ઘેરા બની છે.

જમીન વ્યવહારમાં ગેરરીતિની આશંકા

સૂત્રો અનુસાર જમીન સંપાદન અને બિનખેતી મંજૂરીની પ્રક્રિયામાં મોટા પાયે કથિત ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ED સુધી પહોંચી હતી. મીડિયા અહેવાલો મુજબ તપાસ દરમિયાન EDએ મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો : માત્ર 4 રાજ્યો જ નહીં, હિમાલય પર પણ અરવલ્લી ધર્મ સંકટનો ખતરો!

સરકાર પણ એક્શનમાં

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ રાજ્ય સરકાર પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સામે સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ધરપકડ સંબંધિત સંપૂર્ણ વિગતો મળ્યા બાદ સરકાર આગળનો નિર્ણય લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Collector Surendranagar News Surendranagar ED Red

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ