બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / cold cough medicine available at grocery stores now On government consideration know

વિચારણા / તો શું હવે કરિયાણાની દુકાનો પર મળશે શરદી-ઉધરસની દવા? સરકાર વિચારણા પર, જાણો કારણ

Megha

Last Updated: 09:28 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું શરદી-ઉધરસ અને તાવની દવાઓ બીજા ઘણા દેશોની જેમ ભારતમાં પણ જનરલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હોવી જોઈએ? ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિ હવે આ અંગે વિચારણા કરી રહી છે.

શરદી, ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવાય રહ્યું છે કે OTCની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ આ સૂચન પર વિચાર કરી રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ડાયાબિટીસ, કિડની-હાર્ટની દવાઓ માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં મોદી સરકાર,  જાણો શું થશે ફાયદો | The Modi government is preparing to take a big  decision for diabetes, kidney ...

OTCમાં આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. આ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'અમેરિકા જેવા ઘણા દેશોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ ઉપલબ્ધ છે. ભારતની ઓટીસી પોલિસી પર કામ કરી રહેલા કેટલાક નિષ્ણાતો તરફથી એક સૂચન પણ આવ્યું છે, જેમાં અહીં પણ આવી સિસ્ટમ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.'

OTC દવાઓ શું છે? 
નોંધનીય છે કે ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે. 

Fake Medicines: જો-જો ક્યાંક તમે તો નથી ખરીદી રહ્યાં ને નકલી મેડિસિન? આ  રીતે કરો ચેક | Fake Medicines: Are you buying fake medicine somewhere?  Check like this

જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે ભારતની OTC દવા નીતિ તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. કમિટીએ તાજેતરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય તેવી દવાઓની પ્રથમ યાદી સુપરત કરી છે, ત્યારબાદ સોમવારે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.

વધુ વાંચો: ગરમીએ પરસેવે રેબઝેબ કરી નાખ્યા, હવે માવઠાનો વારો! જાણો આજે કયા-કયા રાજ્યોમાં વરસાદ ત્રાટકશે

રિપોર્ટ અનુસાર આ દવાઓ અંગે ચર્ચા કરવા માટે સોમવારે જ એક બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં ચર્ચા એવી હતી કે, 'ભારતમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓનું નિયમન છે, પરંતુ કાઉન્ટર પર વેચી શકાય તેવી કોઈ માર્ગદર્શિકા અથવા સૂચિ નથી.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જો કોઈ દવાને પ્રિસ્ક્રિપ્શન ઓન્લી ડ્રગ તરીકે ખાસ લેબલ કરવામાં ન આવે તો તેને OTC ગણવામાં આવે છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ