બ્રેકિંગ ન્યુઝ
VTV / Unseasonal rain forecast in these states after extreme heat
Priyakant
Last Updated: 09:09 AM, 18 April 2024
Weather Update : દેશના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 20 એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કોંકણ, સૌરાષ્ટ્ર, કચ્છ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણાના ભાગોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ઓડિશામાં 18 અને 19 એપ્રિલના રોજ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં 19 - 21 એપ્રિલના રોજ ઘણી જગ્યાએ ગરમીનું મોજું પ્રવર્તશે.
ADVERTISEMENT
A fresh spell of rainfall with thunderstorms, lightning and gusty winds over Northwest India during 18th-21st April, 2024.
— India Meteorological Department (@Indiametdept) April 16, 2024
ADVERTISEMENT
આ રાજ્યોમાં ગરમીની આગાહી
હવામાન વિભાગે ગંગાના પશ્ચિમ બંગાળ અને બિહારમાં 21 એપ્રિલે, ઝારખંડમાં 19-21 એપ્રિલે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 18 અને 19 એપ્રિલના રોજ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 18 એપ્રિલે ગરમીનું મોજું રહેશે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ સપ્તાહના અંત સુધી પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, પુરુલિયા, ઝારગ્રામ, બીરભૂમ, મુર્શિદાબાદ અને બાંકુરા જિલ્લામાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. તમને જણાવી દઈએ કે ગરમીની લહેર ત્યારે આવે છે જ્યારે કોઈપણ સ્થાનનું મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ હોય.
વધુ વાંચો : તો શું હવે કરિયાણાની દુકાનો પર મળશે શરદી-ઉધરસની દવા? સરકાર વિચારણા પર, જાણો કારણ
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાનની આગાહી મુજબ આ અઠવાડિયે કેટલાક દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે ત્યારે ઉત્તરીય રાજ્યોમાં તાજો વરસાદ વધતા તાપમાનથી રાહત આપી શકે છે. હવામાન વિભાગે 18-20 એપ્રિલ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે તેવી અપેક્ષા છે. 19 એપ્રિલે ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.