બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / CNG Price Rises Autorickshaw Welfare Association Demands Minimum Fare Of Rs 30

માંગણી / નવા વર્ષના પ્રારંભે જ મધ્યમ વર્ગને મોંઘવારીનો બૂસ્ટર ડોઝ, CNG સાથે PNG ના ભાવ પણ વધ્યા, ઓટો રિક્ષાનું ભાડું વધારવા ઉઠી માંગ

ParthB

Last Updated: 08:58 AM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષે સીએનજીના ભાવ 2.50 રૂપિયા વધી 70.09 થયો છે. જેને લઈને ઓટોરિક્ષા વેલફેર એસોસિએશને સરકાર સમક્ષ મિનિમમ ભાડું રૂપિયા 30 કરવાની માંગ કરી

  • CNGના ભાવ વધતાં ઓટોરિક્ષા વેલફેર એસો.ની મિનિમમ ભાડું વધારવાની માંગ  
  • એસો.ના પ્રમુખએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રીને આવેદનપત્ર આપી કરી રજૂઆત 
  • હવે મિનિમમ ભાડું રૂ.18માં વધારો કરી રૂ.30 કરી આપવામાં આવે.

એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં 18 વખત વધારો થયો છે.

પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો કરાતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે આજે પણ CNG ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝિંકાતા નાગરિકોને નવા વર્ષના પ્રથમ દિવસે જ ઝટકો લાગ્યો છે ત્યારે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં રૂ.2.50નો વધારો નોંધાવા સાથે જ ભાવ રૂ. 70.09 થયો છે. એક વર્ષમાં સીએનજીનો ભાવ રૂ.53.7થી વધીને 70.09 સુધી પહોંચ્યો છે. એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં 18 વખત વધારો થયો છે.

હવે મિનિમમ ભાડું રૂ.18માં વધારો કરી રૂ.30 કરી આપવામાં આવે.

રિક્ષા-ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસો.ના પ્રમુખએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, તાજેતરમાં જ સીએનજી દરમાં વધારો થતાં રિક્ષાભાડામાં આંશિક વધારો કરાયો હતો. જોકે આ રીતે સીએનજીના ભાવમાં વધારો થાય તો રિક્ષાચાલકોને ભાડામાં અપાયેલો વધારો દેખાય પણ નહિ ત્યારે હવે મિનિમમ ભાડું રૂ.18માં વધારો કરી રૂ.30 કરી આપવામાં આવે. જ્યારે કિમીના રનિંગમાં રૂ.20 પ્રતિ કિમી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

ક્યારે કેટલો વધારો થયો?

તારીખ                સીએનજી ભાવ
25 જાન્યુ.2020     53.67
8 એપ્રિલ              52.67
9 એપ્રિલ              54.82
27 એપ્રિલ            53.17
10 ઓક્ટોબર       51.86
16 નવેમ્બર          52.36
25 જાન્યુ. 2021    53.67
17 ફેબ્રુઆરી        54.62
8 જુલાઇ              55.03
6 ઓગષ્ટ             56.03
2 ઓક્ટોબર        58.56
6 ઓક્ટોબર        59.86
11 ઓક્ટોબર       61.49
17 ઓક્ટોબર      62.99
2 નવેમ્બર           64.99
5 ડિસેમ્બર          65.74
19 ડિસેમ્બર        67.59
1 જાન્યુ. 2022     70.09

નવા વર્ષના પ્રારંભે જ મધ્યમ વર્ગને મોંઘવારીનો બૂસ્ટર ડોઝ

અદાણીએ CNG સાથે ઘર વપરાશના PNGમાં પણ કર્યો ભાવ વધારો કર્યો છે PNGમાં 1.60 MMBTU સુધીના વપરાશ પર રૂ.56નો વધારો કર્યો છે. જેને લઈને  PNG ગેસનો ઓછો વપરાશ કરનારના બિલમાં અસર થશે.ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અદાણીએ CNGના ભાવમાં પણ રૂ. 2.50નો કર્યો છે વધારો

અમદાવાદમાં CNGના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો

1લી જાન્યુઆરીથી શરૂ થતા નવા વર્ષની સાથે લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડવાની શરૂઆત થઇ ચૂકી છે. નવા વર્ષની શરૂઆત સાથે CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં CNGના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં CNGના ભાવ 70ને પાર પહોંચ્યા છે. CNGના ભાવ વધતા લોકોને વધુ બોજો પડે એવી શક્યાતો દર્શાવાઇ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ