બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / CNG-PNG prices increase drastically in this city of the country during the festive season

સામાન્ય જનતાને મોટો ઝટકો / તહેવારોની સિઝનમાં દેશના આ શહેરમાં CNG-PNGના ભાવમાં તોતિંગ વધારો, જાણો કેટલા વધ્યાં

Malay

Last Updated: 08:13 AM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સિઝનમાં CNGમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પીએનજીના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો 8 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયો છે.

  • તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો
  • CNG અને PNGના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો
  • દિલ્હી અને એનસીઆરમાં 3 રૂપિયાનો વધારો

તહેવારોની સિઝનમાં દિલ્હી-NCRના લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં કંપ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતોમાં આજથી વધારો ઝીંકવામાં આવ્યો છે.  નેચરલ ગેસ કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે IGLએ PNGની કિંમતમાં પણ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) દીઠ રૂ. 3નો વધારો કર્યો છે. આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં લોકોના તહેવારોનો સ્વાદ બગડી શકે છે.

આજથી લાગુ થઈ ગયા નવા ભાવ
વાસ્તવમાં 7 ઓક્ટોબરે સાંજે દિલ્હી એનસીઆરમાં સીએનજીના નવા ભાવની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ હવે સીએનજી પર ત્રણ રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 8 ઓક્ટોબર એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં કેટલોય વધારો ઝીકવામાં આવ્યો છે. 

ક્યાં કેટલા હશે CNGના ભાવ?

  • દિલ્હીમાં CNGના ભાવ 75.61 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 78.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  • નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી ભાવ 78.17 રૂપિયાથી વધીને 81.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  • ગુરુગ્રામમાં CNGના ભાવ 83.94 રૂપિયાથી વધીને 86.94 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  • રેવાડીમાં 86.07 રૂપિયાથી વધીને 89.07 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  • કરનાલ અને કૈથલમાં સીએનજીના ભાવ 84.27 રૂપિયાથી વધીને 87.27 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  • મુઝફ્ફરનગરમાં CNGના ભાવ 82.84 રૂપિયાથી વધીને 85.84 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  • કાનપુરમાં ભાવ 87.40 રૂપિયાથી વધીને 89.81 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

જાણો PNGના ભાવ

  • દિલ્હીમાં પીએનજીના ભાવ વધીને 53.59 પ્રતિ સ્ટેંડર્ડ ક્યૂબિક મીટર થઈ ગયા છે. 
  • નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં ભાવ 53.46 પ્રતિ સ્ટેંડર્ડ ક્યૂબિક મીટર થઈ ગયા છે.
  • મુઝફ્ફરનગર, સામલી અને મેરઠમાં ભાવ 56.97 પ્રતિ સ્ટેંડર્ડ ક્યૂબિક મીટર પહોંચી ગયા છે.
  • કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં પીએનજીના ભાવ વધીને 56.140 થઈ ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

CNG-PNG prices CNG-PNGના ભાવમાં વધારો festive season increase તહેવારમાં મોટો ઝટકો મોંઘવારીનો માર CNG-PNG price hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ