બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / cm rupani vaccinetion in gandhinagar
ADVERTISEMENT
Cm રૂપાણીએ ગાંધીનગરમાં કોરોનાની રસી લીધી
ADVERTISEMENT
CM રૂપાણીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. વેક્સિન લીધા બાદ CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, 45 વર્ષથી ઉપરના લોકો ઝડપી વેક્સિન લે. લોકો બંને ડોઝ પૂરા કરે તેવી મારી અપીલ છે. કોરોના થયો હોય તો પણ વેક્સિન લેવી જરૂરી છે. બીજી લહેર વ્યાપક બની છે. વેક્સિન લીધી હોય તેમને તકલીફ ઓછી પડે છે. વેક્સિન બાદ કોરોનાની અસર નહીવત થાય છે.
Cm રૂપાણીએ જણાવ્યું હતુ કે, સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનની છૂટ આપી છે. રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટા પાયે વેક્સિનેશનથી જ કોરોનાથી બચી શકાશે. જૂના કર્મચારીઓને 3 મહિના માટે વધુ પગાર અપાશે.
ADVERTISEMENT
ગુજરાતમાં 80000 બેડની વ્યવસ્થા
Cm રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં બેડ મોટા પ્રમાણમાં વધાર્યા છે. હાલમાં કોરોના દર્દીઓ માટે 80 હજાર બેડની વ્યવસ્થા છે. 30 એપ્રિલ સુધી 8 હજાર બેડ વધારીશું. આવતીકાલથી 900 બેડની હોસ્પિટલ ચાલુ થશે. GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ કાલથી શરૂ થશે.
ADVERTISEMENT
Cm રૂપાણીએ જણાવ્યું હતુ કે, રોજ 25 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આપીએ છીએ. ઘરે સારવાર લેતા દર્દીઓને ઇન્જેક્શન નથી આપતા. ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનને લઈને મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ઉપલબ્ધ નથી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 121 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,339 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોતથી ખળભળાટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.
આ 2 જિલ્લાઓમાં ચિંતા વધી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. રાજકોટમાં ગત 24 કલાક દરમિયાન 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ તો આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 485 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1553 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 375 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 460 કેસ, જ્યારે ગ્રામ્યમાં 165 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.