બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM rupani tweet we miss you naresh kanodia
ADVERTISEMENT
CM રૂપાણીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે.
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે pic.twitter.com/7lAiDtPYHx
— Vijay Rupani (@vijayrupanibjp) October 27, 2020
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. અને સતત વેન્ટિલેટર પર હતા. ત્યારે આજે ગુજરાતી ફિલ્મોના મહાનાયક જેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી તેવા સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા. રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે.
ADVERTISEMENT
નરેશ કનોડિયોનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો. અને તેઓએ 1970માં પહેલી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી કારકિર્દીની શરૂઆત કરી. મોટાભાઈ મહેશ કનોડિયા સાથે અનેક મ્યુઝીકલ કોન્સર્ટ કર્યા. 80ના દશકમાં ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં મ્યુઝીકલ કોન્સર્ટ દ્વારા ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયાએ જોગ સંજોગ, લાજુ લખન, ઉંચી મેડીના ઉંચા મોલ, રાજ રાજવન, મન સાઈબાને મેળે, ઢોલા મારુ સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતા, અરૂણા ઈરાની અને રોમા માણેક સાથેની ફિલ્મી જોડી પણ લોકોએ ખુબ પસંદ કરી. નરેશ કનોડિયાએ છોટા આદમી નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું. અને દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડથી 2012માં નવાજવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.