બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / CM Bhupendra Patel's visit to Dubai, meeting with UAE Minister Nahyan bin Mubarak Al at World Expo
ADVERTISEMENT
વાઈબ્રન્ટ ગુજરાત 2022ને ઉજવવા ગુજરાત સરકાર તત્પર છે. વૈશ્વિક મૂડી રોકાણ અને ગુજરાતમાં વિપુલ ઔધોગિક અને રોજગારીની તકો સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીએ ગુજરાતને વૈશિક ફલક પર મુખ્યું. અને ઉધોગ સાહસીઓ રાજ્ય સરકારની સકારાત્મક પહેલથી આકર્ષાઈ ગુજરાત તરફ વળ્યા. જાન્યુઆરીમાં 10 થી 12 દરમિયાન યોજાનારા વાઈબ્રન્ટ સમિટનાં 10 માં મણકામાં UAEનાં ઉદ્ઘ્યોગ સાહસીઓને સહભાગીતા માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસના પ્રવાસે UAE પહોચ્યાં હતા.
મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે. મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની મુલાકાતથી કરવાના છે.ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ યુ.એ.ઇ ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે.આ ઉપરાંત મુખ્યમંત્રી યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે.
મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે.આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી બુધવારે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શૉ માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. આ રોડ-શૉ માં યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધિર વિશેષ ઉપસ્થિત રહેશે.
ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે તા. 9મી ડિસેમ્બરે સવારે રાસ અલ ખાહિમાના હિઝ હાઇનેસ સૌઉદ બિન સકર અલી કાસિમીની ભોજન સહ મુલાકાત લેવાના છે.
ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન બી.એ.પી.એસ મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રીના વડપણ નીચે દુબઇની મુલાકાત પૂર્ણ કરી આ પ્રતિનિધિમંડળ ગુરૂવાર તા. 9મી ડિસેમ્બરે મોડી રાત્રે ગુજરાત પરત આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.