બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / CM Bhupendra Patel took an ironic jab at nine appointed government employees

મહામંથન / CM ભૂપેન્દ્ર પટેલની માર્મિક ટકોર, GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલનો આપ્યો દાખલો, સરકારી કર્મીને વાત કાને પડશે?

Dinesh

Last Updated: 08:29 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરી હતી કે, હસમુખ પટેલનું નામ બોલાય તો કેવી તાળીઓ પડે છે. તમારા બધા માટે પણ તાળીઓ પડે એવું કામ તમારે કરવાનું છે

જૂની કહેવત આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે શેઠની શિખામણ ઝાંપા સુધી. આ કહેવત ઉપયોગી વાતને પણ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખતા લોકો માટે બની છે. જો કે આ વખતે શિખામણ આપનાર શેઠ નહીં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને જે શિખામણ સાંભળી રહ્યા હતા તે આ દેશના જવાબદાર વ્યક્તિઓ છે. આ જવાબદાર વ્યક્તિઓ એટલે હાલના પ્રસંગે સરકારી કર્મચારી. પ્રસંગ હતો રાજ્યના 1990 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિયુક્તિ પત્ર એનાયત કરવાનો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગમાં પસંદગી પામેલા નવી પેઢીના સરકારી કર્મચારીઓને માર્મિક ટકોર કરી. ટકોર માર્મિક પણ હતી અને તેનો હાર્દ બહુ ઉંડો પણ હતો. આજના સમયમાં એક છબી છે કે સરકારી શબ્દ કોઈના કાને પડે એટલે એક સામાન્ય વ્યક્તિ મોટેભાગે ત્રાસ અને પીડા જ અનુભવે. કદાચ કોઈ હોસ્પિટલ જતા નહીં ડરતું હોય એટલો છૂપો ડર સરકારી કચેરીએ જવામાં લાગતો હશે. અત્યાર સુધી તો એવી જ છબી રહી કે કોઈપણ સરકારી કામ હોતા હૈ, ચલતા હૈ જેવી નીતિઓથી ચાલ્યું અને મોટેભાગે અધિકારીઓ પાસેથી કાલે આવજો અથવા બે દિવસ પછી આવજો એથી આગળ ત્રીજો કોઈ શબ્દ સાંભળવા નહતો મળ્યો. સમય જતા પરિસ્થિતિ બદલાઈ જરૂર છે પરંતુ તેમા ધરમૂળથી પરિવર્તન આવવું જોઈએ એ હજુ બાકી છે. મુખ્યમંત્રી આ જ પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યા હોય એવો રણકો તેના અવાજમાં હતો. મુખ્યમંત્રીના કહેવાનો ભાવાર્થ એવો જ હતો કે સરકારી કર્મચારીએ કામ ન માત્ર કરવાનું છે પણ સામી વ્યક્તિને સકારાત્મકતાનો અનુભવ થાય એ રીતે કરવાનું છે અને જો કામ નથી થતું તો શા માટે નથી થતું તે સામી વ્યક્તિને ગળે પણ ઉતારવાનું છે. વાત-વાતમાં મુખ્યમંત્રીએ GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલના ઉદાહરણરૂપ કામની પણ વાત કરી અને તમામ નવી પેઢીને તેની પાસેથી બોધપાઠ લેવા પણ કહ્યું. મુખ્યમંત્રીની વાત જો કોઈ કાને ધરે તો સોનામા સુગંધ ભળશે પણ સવાલ એ છે કે મુખ્યમંત્રીની માર્મિક ટકોર નવા નિમાયેલા સરકારી કર્મચારીઓને કાને પડશે કે નહીં. 

કર્મચારીઓને મુખ્યમંત્રીએ માર્મિક ટકોર 
નવનિયુક્ત સરકારી કર્મચારીઓને મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરી છે. રાજ્યના 1990 ઉમેદવારોને વિવિધ વિભાગમાં નિયુક્તિ પત્ર અપાયા છે. GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળમાંથી પસંદગી હતી. વર્ગ-2 અને 3ના નવનિયુક્ત કર્મચારીઓને નિયુક્તિપત્ર અપાયા તેમજ નવનિયુક્ત સરકારી કર્મીઓને મુખ્યમંત્રીએ માર્મિક સૂચન કર્યું. સરકારી કર્મચારીનું કામકાજ પ્રત્યે વલણ કેવું હોવું જોઈએ તે સમજાવ્યું. મુખ્યમંત્રીએ કર્તવ્યનિષ્ઠ અધિકારી ડૉ.હસમુખ પટેલનું પણ ઉદાહરણ આપ્યું છે. સવાલ એ છે કે નવી પેઢીના સરકારી કર્મીઓના કાને CMના શબ્દો પડશે? નવનિયુક્ત સરકારી કર્મચારીઓ સરકારી કામની છબી બદલી શકશે? સરકારી કામકાજ એટલે ધીમી ગતિનું કામ એ છબી બદલાશે ખરી? સરકારી નોકરી મળી એટલે શાંતિ આવું વલણ બદલવાનો સમય?

નવા સરકારી કર્મીઓને CMએ શું કહ્યું?
લોકોને થવું જોઈએ કે મારુ કામ થશે. નિયમાનુસાર કામ ન થતું હોય તો સામી વ્યક્તિને તેની જાણકારી આપવી તેમજ સામી વ્યક્તિને એ સમજાવવું કે તમારુ કામ શા માટે નહીં થાય તેમજ કામને કાલે આવજો, બે દિવસ પછી આવજો એવા વલણ સાથે ન કરવું. સરકારી કામકાજની છબી બદલવાની તમારી જવાબદારી. જે સારુ કામ કરે તેનું મનોબળ ન તોડવું તેમજ સકારાત્મક લોકોને તમારી હાજરી વર્તાવી જોઈએ. તમે જે વિભાગમાં હો તેમાં સારુ કામ કરવું. સરકારી કર્મચારીએ સંવેદનશીલ બનવું પડશે. આપણા મા-બાપે કેવી પરિસ્થિતિમાં આપણને ઉછેર્યા તે સમજવું પડે. તમારી પાસે આવનાર વ્યક્તિની પરિસ્થિતિ પણ સમજો. એ જે ભાડું ખર્ચીને આવ્યો છે તે ભાડાની વ્યવસ્થા કેવી રીતે કરી હશે? જે પરિસ્થિતિ ગઈકાલે તમારી હતી તે આજે સામી વ્યક્તિની પણ હોય શકે, દેશના અમૃતકાળની જવાબદારી તમારા શિરે છે. દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું તેમાં તમે પણ ફાળો આપો

ડૉ.હસમુખ પટેલ અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું?
હસમુખ પટેલનું નામ બોલાય તો કેવી તાળીઓ પડે છે. તમારા બધા માટે પણ તાળીઓ પડે એવું કામ તમારે કરવાનું છે. હસમુખ પટેલનું કામ નિયમાનુસાર હોય છે. હસમુખ પટેલ પોતાનું કામ સમયસર પૂર્ણ કરે છે. હસમુખ પટેલને જોઈને લોકોને થાય છે કે મારુ કામ થઈ જશે. હસમુખ પટેલનું નામ પડે એટલે ગરબડ આપમેળે દૂર થઈ જાય

GPSC
સંશોધન અધિકારી વર્ગ-2
સામાન્ય વહીવટ વિભાગ- 35

બાળ યોજના વિકાસ અધિકારી વર્ગ-2
મહિલા-બાળ વિકાસ વિભાગ- 69

ગૌણ સેવા પસંદગી મંડળ 
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3
સામાન્ય વહીવટ વિભાગ
134

વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3
માર્ગ-મકાન વિભાગ 
777

રેખનકાર, વર્ગ-3
માર્ગ-મકાન વિભાગ
50

મ્યુનિસિપલ ઈજનેર વર્ગ-3
શહેરી વિકાસ વિભાગ- 116

જુનિયર સાન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ-3
નર્મદા-જળસંપતિ વિભાગ- 30

પંચાયત સેવા પસંદગી મંડળ 
જુનિયર ક્લાર્ક, વર્ગ-3
પંચાયત વિભાગ- 192

વાંચવા જેવું: ગુજરાતમાં વધુ બે દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાના ખેડૂતો સામાન સગેવગે કરી નાખે, ઉત્તરના પવનોનું એલર્ટ

તલાટી કમ મંત્રી, વર્ગ-3
પંચાયત વિભાગ

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ