બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Chance of moderate rain over some parts of South Gujarat during the next 24 hours

હવામાન / ગુજરાતમાં વધુ બે દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાના ખેડૂતો સામાન સગેવગે કરી નાખે, ઉત્તરના પવનોનું એલર્ટ

Dinesh

Last Updated: 06:18 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat rain update: હવામાન વિભાગે અગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે

રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ઉતરતા શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્તમાનમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતા લોકો ગરમી, ઠંડી તેમજ વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. 

VTV Gujarati News and Beyond on X: "ગુજરાત: હીટવેવને લઈ હવામાન વિભાગે કરી  આગાહી, અમદાવાદ-ગાંધીનગરના વિસ્તારોમાં યલો અલર્ટ, આજે ગરમીનો પારો 3 ડિગ્રી  જેટલો ...

દક્ષિણ ગુજરાતમાં વરસી શકે હળવો વરસાદ
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે અગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. જેમાં ડાંગ, તાપી , નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે.  તો આવતી કાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે.  તાપમાન વધતા લોકોને ગરમીનો અહેસાસ થશે.

વાંચવા જેવું: મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે કર્યું મોટું એલાન 

91 તાલુકાઓમાં કમોસમી વરસાદ
શનિવારે રાજ્યના 91 તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમા રાજ્યના 91 તાલુકામાં સામાન્ય વરસાદથી લઇ કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો. રાજ્યમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો. તો બીજી બાજુ ભચાઉ અને કાંકરેજ તાલુકામાં સૌથી ઓછો 10 મીલીમીટર વરસાદ નોંધાયો. શનિવારે વરસેલા કમોસમી વરસાદને લઇને સૌથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે. તો રાજ્યમાં વીજળી પડવાને કારણે 2 લોકોનાં મોત થયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ