બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Nitin Patel made a big announcement even before the candidate was announced for the Mehsana seat

BIG BREAKING / મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે કર્યું મોટું એલાન

Priyakant

Last Updated: 02:45 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Nitin Patel News: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે મોટી જાહેરાત કરી, ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું.

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા મહેસાણાના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. નોંધનીય છે કે, ગઇકાલે ભાજપે 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કર્યા હતા. જોકે તેમાં મહેસાણા સીટ પર હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. આ પહેલા નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી છે કે, ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું. 

વધુ વાંચો: ઝાલોદથી ગુજરાતમાં થશે ભારત જોડો ન્યાય યાત્રાની એન્ટ્રી: પાવાગઢમાં દર્શન કરવા જઈ શકે છે રાહુલ ગાંધી 

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફેસબુકમાં પોસ્ટ કરીને કહ્યું કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મી ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલએ રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માંનું છું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ