બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Entry of Bharat Jodo Nyaya Yatra will take place in Gujarat from Jhalod

ભારત જોડો ન્યાય યાત્રા / ઝાલોદથી ગુજરાતમાં થશે ભારત જોડો ન્યાય યાત્રાની એન્ટ્રી: પાવાગઢમાં દર્શન કરવા જઈ શકે છે રાહુલ ગાંધી

Priyakant

Last Updated: 08:54 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharat Jodo Nyay Yatra Latest News: 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે, 10 તારીખે તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાઁધીની યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે

Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતમાં પ્રવેશવા જઇ રહી છે. વાત જાણે એમ છે કે, 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે. જ્યાં સાંજે 4 કલાકે ઝાલોદમાં રાહુલ ગાંધી ગુજરાતમાં પહેલી જાહેરસભા યોજાશે. આ પછી બીજા દિવસે એટલે કે 8મી માર્ચે સવારે 8 કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 10 માર્ચે તાપીના વ્યારામાં રાહુલ ગાંધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠકમાં ભાગ લેશે. તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાઁધીની યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો સમગ્ર કાર્યક્રમ

8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા 

  • દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ 
  • ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત 
  • 11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
  • બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ 
  • હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન 
  • હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી 
  • પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા 
  • ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ 

9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા 

  • બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે
  • નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન 
  • રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત
  • બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે થશે કોર્નર બેઠક 

વધુ વાંચો: સુરતમાં પથ્થરમારો: વરઘોડામાં ગીત વગાડવા મામલે થયું 'ધિંગાણું', અનેક મહિલાઓ ઈજાગ્રસ્ત

10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન 

  • માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી 
  • બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન 
  • બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા 
  • વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
  • વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે 
  • 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ