બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Stone pelting in Surat for playing song in Varghoda

પથ્થરમારો / સુરતમાં પથ્થરમારો: વરઘોડામાં ગીત વગાડવા મામલે થયું 'ધિંગાણું', અનેક મહિલાઓ ઈજાગ્રસ્ત

Priyakant

Last Updated: 12:56 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Latest News : વરઘોડો નિકળતા ગીતો વગાડવા બાબતે બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો, મહીલાઓ સહીત યુવકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Surat News : સુરતના ડુમ્મસ રોડ પર મોડી રાતે પથ્થર મારાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વરઘોડો નિકળતા ગીતો વગાડવા બાબતે બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. આ તરફ પથ્થરમારાની ઘટનામાં મહીલાઓ સહીત યુવકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો: માર્ચમાં મુશળધાર: સૌથી વધુ અંજારમાં દોઢ ઈંચ વરસાદ, ગુજરાતનાં 91 તાલુકાઓમાં પડ્યું માવઠું

સુરતના ડુમ્મસમાં મોડીરાત્રે પથ્થરમારાની ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઇ હતી. પ્રાથમિક વિગતો મુજબ સુરતના ડુમસમાં મોડીરાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવાને લઇ વિવાદ થયો હતો. આ તરફ ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરબાજી કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ પથ્થરમારાની ઘટનામાં વરઘોડા સામેલ થયેલી અનેક મહિલાઓ અને યુવકો ઘાયલ થયા હતા. જોકે ઘટના બાદ લોહીલૂહાણ થયેલા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. વરઘોડા પર પથ્થરમારાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે બન્ને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો અને પોલીસે સમાધાન કરતાં બન્ને પક્ષે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ