બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / One and a half inches of rain in Anjar, the highest in Gujarat

હવામાન અપડેટ / માર્ચમાં મુશળધાર: સૌથી વધુ અંજારમાં દોઢ ઈંચ વરસાદ, ગુજરાતનાં 91 તાલુકાઓમાં પડ્યું માવઠું

Priyakant

Last Updated: 12:31 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Latest News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકામાં કમોમસી વરસાદ, આજથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્

Gujarat Rain : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકામાં કમોમસી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહી પડે. જોકે આજે રાજ્યમાં પવન સાથે ઠંડી અનુભવાશે. તો વરસાદી માહોલના કારણે આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. જ્યાં આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે. આ સાથે હવે 5 માર્ચથી રાજ્યમાં ગરમી ફરી શરૂ થશે.

વધુ વાંચો: ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? પવનના સૂસવાટાના કારણે વધશે ઠંડીનો ચમકારો, જાણૉ શું છે આગાહી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે ધાનેરામાં સવા ઈંચ, મહેમદાબાદમાં સવા ઈંચ, મોરવા હડફમાં પોણો ઈંચ, ભાભરમાં પોણો ઈંચ, વડાલીમાં પોણો ઈંચ, માતરમાં પોણો ઈંચ, ડીસામાં પોણો ઈંચ, વડગામમાં પોણો ઈંચ, વિજયનગરમાં પોણો ઈંચ, ખેડામાં પોણો ઈંચ, દ્વારાકામાં 16 મીમી અને વિજાપુરમાં 13 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે માણસામાં 13 મીમી, ઉંઝામાં 12 મીમી વરસાદ, બેચરાજીમાં 12 મીમી, કપડવંજમાં 12 મીમી વરસાદ, તિલકવાડામાં 11 મીમી, બાયડમાં 11 મીમી વરસાદ તો ભચાઉમાં 10 મીમી અને કાંકરેજમાં 10 મીમી વરસાદ પડ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ