બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cold flashes will increase due to the whisper of wind in Gujarat

હવામાન અપડેટ / ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? પવનના સૂસવાટાના કારણે વધશે ઠંડીનો ચમકારો, જાણૉ શું છે આગાહી

Priyakant

Last Updated: 08:45 AM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update Latest News : આજે રાજ્યમાં પવન સાથે ઠંડી અનુભવાશે, લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો, આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે, 5 માર્ચથી રાજ્યમાં પારો ઉચકાતા ગરમીનો અનુભવાશે

Gujarat Weather Update : હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ બાદ હેવ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. મહત્વનું છે કે, વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહી પડે. જોકે આજે રાજ્યમાં પવન સાથે ઠંડી અનુભવાશે. તો વરસાદી માહોલના કારણે આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. જ્યાં આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે. આ સાથે હવે 5 માર્ચથી રાજ્યમાં ગરમી ફરી શરૂ થશે.

રાજ્યમાં આજથી કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદ બાદ આખરે રવિવારે વરસાદી સિસ્ટમ વેખેરાઇ છે. શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. વહેલી સવારે ઠંડા પવનોને કારણે લોકોને સ્વેટર અને જેકેટનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. જોકે આગામી 24 કલાક બાદ ઠંડીમાં ઘટાડો થશે. જે બાદ 5 માર્ચથી ફરી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે.

વધુ વાંચો: ગુજરાતની એવી જગ્યા જ્યાં નદી શિવલિંગને સ્પર્શી કરે છે અભિષેક, દુષ્કાળ હોય તો પણ ગૌમુખનું પાણી અવિરત

મહત્વનું છે કે, કચ્છ સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં શનિવારે વરસાદ જોવા મળ્યો. જેને લઇને રાજ્યમાં ખેડૂતના તૈયાર શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ગઇકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલ કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા તો કેટલીક જગ્યાએ કૃષિપાકને પણ નુકશાન પહોંચ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ