બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / CID Crime raids in cities including Ahmedabad, Vadodara in the state

સર્ચ ઓપરેશન / વિઝાના નામે રૂપિયા ખંખેરતા લોકો ચેતી જજો! રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં CID ક્રાઇમના દરોડા

Priyakant

Last Updated: 10:15 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CID Crime Raids Latest News: રાજ્યમાં 3 શહેરોમાં CID ક્રાઈમના દરોડા, ખોટા ડોક્યુમેન્ટના આધારે વિઝા આપવાનું કૌભાંડ, વિઝાના નામે રૂપિયા ખંખેરતા લોકો સામે તપાસ

  • રાજ્યમાં કબૂતરબાજીના કેસ સામે આવતા તપાસ તેજ
  • વિઝાના નામે રૂપિયા ખંખેરતા લોકો સામે તપાસ 
  • રાજ્યમાં 3 શહેરોમાં CID ક્રાઈમના દરોડા, ખોટા ડોક્યુમેન્ટના આધારે વિઝા આપવાનું કૌભાંડ
  • CID ક્રાઈમની 17 ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ
  • વિદેશ મોકલવાના બહાને અરજદારો સાથે છેતરપિંડી કર્યાની છે ફરિયાદ

CID Crime Raids : અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાએ કાર્યવાહી કરાઇ છે. જેને લઈ 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. આ તરફ આ દરોડામાં ગેરકાયદે વીઝા કાર્યવાહીને લઇને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

રાજ્યમાંથી ગેરકાયદે વિદેશ જનારા લોકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. આ લોકો નકલી ડોક્યુમેન્ટને આધારે વિદેશમાં જતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. આ બધાની વચ્ચે હવે CID ક્રાઇમની ટીમ એક્શનમાં આવી છે. વાત જાણે એમ છે કે, CID ક્રાઇમ શાખાએ 17 ટીમ બનાવી અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડ્યા છે. 

CID ક્રાઇમની ટીમે વડોદરાની માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પણ દરોડા પાડ્યા છે. નોંધનિય છે કે, થોડા દિવસો અગાઉ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. આ સાથે ગેરકાયદે વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાને લઇ કાર્યવાહી કરાઇ છે. ગુજરાતમાંથી મોટાપાયે ગેરકાયદે લોકોને વિદેશ મોકલાતા હોવાની માહિતી સામે આવતા હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ