બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Cibil Score is more beneficial for job, Understand how

ફાયદાની વાત / માત્ર લોન મેળવવા જ નહીં, નોકરી માટે પણ વધારે ફાયદાકારક હોય છે Cibil Score, સમજો કેવી રીતે

Pooja Khunti

Last Updated: 01:03 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cibil Score: સિબિલ સ્કોરની મદદથી બેંક લોન અરજદારો વિશે જાણે છે કે શું તેઓ બેંક પાસેથી લીધેલી લોનની ચુકવણી કરી શકશે કે કેમ. આ પહેલા તેમણે કેવી રીતની અને કેટલી લોન લીધી છે.

  • લોન લેવા માટે યોગ્ય સિબિલ સ્કોર હોવો ખુબજ જરૂરી
  • કંપનીઓમાં પણ સિબિલ સ્કોર ફરજિયાત 
  • સિબિલ સ્કોર ઠીક કરવાની ટિપ્સ 

સામાન્ય રીતે તમે જોયું હશે અને સાંભળ્યું હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની લોન બેંક દ્વારા મંજૂર નથી થઈ તો તેનું કારણ નબળો સિબિલ સ્કોર હતો. નાની અથવા મોટી કોઈ પણ લોન લેવા માટે યોગ્ય સિબિલ સ્કોર હોવો ખુબજ જરૂરી છે. માત્ર લોન માટે જ નહીં પરતું તમને રોજગાર આપવા માટે પણ આ સિબિલ સ્કોરનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. કોઈ પણ કંપતિ કર્મચારીને ભરતી કરતાં પહેલા તેની ક્રેડિટ હિસ્ટ્રી તપાસે છે.  

સિબિલ સ્કોરની શું જરૂરત 
સિબિલ સ્કોરની મદદથી બેંક લોન અરજદારો વિશે જાણે છે કે શું તેઓ બેંક પાસેથી લીધેલી લોનની ચુકવણી કરી શકશે કે કેમ. આ પહેલા તેમણે કેવી રીતની અને કેટલી લોન લીધી છે. આ સાથે તેની ચુકવણી સમયસર કરી છે કે કેમ. સિબિલ સ્કોર બેન્કનું એક માપદંડ હોય છે. જેના આધારે તે લોકોને લોન આપે છે. હાલ કેટલીક બેન્ક અને બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ લોકોને નોકરી આપતા પહેલા તેમનું સિબિલ સ્કોર તપાસે છે. કોઈ પણ વ્યક્તિનું ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે અને 700 ની ઉપર ક્રેડિટ હોય તો તેને સારું માનવામાં આવે છે. 

વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી
સિબિલ સ્કોર કોઈ પણ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીને દર્શાવે છે. તેનાથી જાણકારી મળે છે કે તમે ક્યારે લોન લીધી હતી, હાલ તમારા પર કેટલો કર્જ છે અને તમે કેટલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો. સિબિલ સ્કોરનાં માઘ્યમથી વ્યક્તિની લોનને લઈને જવાબદારી વિશે જાણકારી મળે છે.  

વાંચવા જેવું: દુનિયાનો સૌથી મોંઘો શેર, જેની પાસે માત્ર એક શેર છે તે પણ કહેવાય કરોડપતિ, કિંમત એટલી કે ઝીરો નહીં ગણી શકો

સિબિલ સ્કોર અનિવાર્ય 
ગત વર્ષે IBPS અને SBI સિવાયની અન્ય બેન્કોએ નોકરી માટે અરજી કરતાં ઉમેદવારો માટે સિબિલ સ્કોરને ફરજિયાત કર્યું હતું. આ સાથે તેમણે જાહેર કર્યું હતું કે કોઈ પણ બેન્કની અંદર અરજી કરતાં ઉમેદવાર માટે સિબિલ સ્કોર 650થી ઉપર હોવો જોઈએ. એવી પણ સલાહ આપવામાં આવી હતી કે અરજદારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ સારી ક્રેડિટ હિસ્ટ્રી જાળવી રાખે. 

કંપનીઓમાં પણ સિબિલ સ્કોર ફરજિયાત 
એક ખાનગી અહેવાલ મુજબ, બેન્કની જેમ હવે કંપનીઓએ પણ સિબિલ સ્કોરને ફરજિયાત કરી દીધો છે. પહેલા એવું હતું કે તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો તમને લોન ન મળે.   પરંતુ હાલ કંપનીઓએ સિબિલ સ્કોરને માન્યતા આપતા, સિબિલ સ્કોરનું મહત્વ ખુબજ વધી ગયું છે. જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો ગભરાશો નહીં, કેટલીક સાવચેતી અને ટિપ્સ અપનાવીને તેને ઠીક કરી શકાય છે. 

સિબિલ સ્કોર ઠીક કરવાની ટિપ્સ 

  • તમારી પર કોઈ લોન હોય તો તેની EMI સમયસર ચૂકવો. 
  • ક્રેડિટ કાર્ડમાં આપેલી મર્યાદાનો કાળજીપૂર્વક ઉપયોગ કરો, જો બિલકુલ જરૂરી ન હોય તો તેનો 30-40 ટકા જ ઉપયોગ કરો.
  • નવી લોન માટે ત્યારે જ અરજી કરો જ્યારે તમે અગાઉ લીધેલી લોનની ચૂકવણી કરી દો, સમયસર લોનની ચુકવણી ન કરવાથી કર્જ વધી શકે છે.  
  • એકસાથે વધુ લોન ન લો, આના કારણે તમને EMI ચૂકવવામાં મુશ્કેલી થઈ શકે છે. જે તમારા સિબિલ સ્કોરને અસર કરશે.
  • તમારા ક્રેડિટ રિપોર્ટનું નિરીક્ષણ કરો. આ તમને ખામીઓ જાણવામાં મદદ કરશે. જેથી તમે તેને સમયસર સુધારી શકો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ