બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ભારત / The most expensive stock in the world is Berkshire Hathaway Inc

વ્યાપાર / દુનિયાનો સૌથી મોંઘો શેર, જેની પાસે માત્ર એક શેર છે તે પણ કહેવાય કરોડપતિ, કિંમત એટલી કે ઝીરો નહીં ગણી શકો

Kishor

Last Updated: 05:01 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં સૌથી મોંઘો સ્ટોક બર્કશાયર હૈથવે ઈંકનો છે. આ કંપનીના એક શેરની કિંમત અત્યારે 5,43,750 ડોલર છે.

  • દુનિયાના સૌથી મોંઘા શેરની કિંમત 4 કરોડ રૂપિયા 
  • સૌથી મોંઘો સ્ટોક બર્કશાયર હૈથવે ઈંકનો
  • શેરની કિંમત અત્યારે 5,43,750 ડોલર છે

વર્ષ ૨૦૨૩નાં કારોબારનો અંતિમ દિવસ શેર બજાર માટે ખુબ જ આવકારદાયક સાબિત થયો હતો. તેવામાં શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો શેર ક્યો છે? ભારતીય શેર બજારમાં આજે પણ તમને 5-10 પૈસા વાળો શેર મળે છે. એટલે કે તેને કોઈ પણ ખરીદી શકે છે. પરંતુ દુનિયામા જે શેર સૌથી મોંઘો છે તેની કિંમત સાંભળશો તો તમને પણ વિશ્વાસ નહીં આવે. આજની તારીખમાં દુનિયાના સૌથી જે મોંઘા શેર છે તેના એક શેરની કિંમત 4 કરોડ રૂપિયા છે. આવો જાણીએ વિસ્તારથી!

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ક્રેશ: 2 મિનિટમાં રોકાણકારોના 2.14 લાખ કરોડ  સ્વાહા, જુઓ કયા શેરો તૂટયા | stock market crash investors lost over two  lakh crore

વાસ્તવમાં દુનિયામાં સૌથી મોંઘો સ્ટોક બર્કશાયર હૈથવે ઈંકનો છે. આ કંપનીના એક શેરની કિંમત અત્યારે 5,43,750 ડોલર છે. જે ભારતીય કરન્સી મુજબ 4.52 કરોડ રૂપિયાનો છે. આ એક શેરથી તમે આલીશાન ઘર, ગાડી, નોકર-ચાકર, બેંક બેલેન્સ અને એશો આરામનું જીવન જોઈ શકો છો. એક શેરની કિંમતમાં એટલા ઝીરો લાગે છે કે તમે ગણતા ગણતા કન્ફ્યુઝ થઈ જાવ.

વાંચવા જેવું : શેર બજારમાં લાઈફટાઈમ હાઈ પર સેન્સેક્સ-નિફ્ટી, નવા વર્ષ પહેલા આ શેરોમાં આતશબાજી, 1.70 લાખ કરોડનો ઉછાળોhttps://www.vtvgujarati.com/news-details/indian-stock-market-closes-at-lifetime-high-due-to-buying-in-fmcg-banking-energy-stocks

એક શેરવાળા લોકો પણ કરોડપતિ
એટલે કે જે વ્યક્તિ પાસે માત્ર એક શેર હોય તેનું તો જીવન જ બદલાઈ જાય. આ શેર પોતાનામાં જ કરોડપતિ છે. સામાન્ય રીતે સામાન્ય લોકો તેના જીવનની પુરી કમાણી પણ લગાવી તો પણ આ શેર ન ખરીદી શકે. કારણ કે આ એક શેર ખરીદવા માટે ઓછામાં ઓછા 4.52 કરોડ રૂપિયાની જરૂર પડે છે. જે સામાન્ય લોકોના બજેટની બહારની વાત છે.. બર્કશાયર હેથવેનોસ્ટોક આજથી જ નહીં પણ છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાનો સૌથી મોંઘો શેર છે.

તેના માલિક વોરેન બફેટ છે

Berkshire Hathaway Inc.ના શેરે છેલ્લા એક વર્ષમાં 18 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં શેર ધારકોને ઓછામાં ઓછુ 80 ટકા જેટલુ રિટર્ન આપ્યું છે. ફોર્બ્સ મુજબ બર્કશાયર હૈથવેમાં વોરેન બફેટની 16 ટકા ભાગીદારી છે. હવે આપણે એ જાણીએ કે આખરે બર્કશાયર હૈથવે ઈન્કના આખરે માલિક કોણ છે. તો આ કંપનીના માલિક વોરન બફેટ છે. જેને કોઈ ઓળખની જરૂર નથી. બર્કશાયર હેથવે ઈન્ક વિશ્વની સૌથી મોટી સ્ટોક કંપની છે તેના માલિક વોરેન બફેટ છે. આખા વિશ્વના લોકો અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરેન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તે કંપનીના દિવસો જ બદલાઈ જાય છે.

કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં

આ કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે.કંપનીમાં લગભગ 3,83,000 કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઇન્ક. અમેરિકા સિવાય તે ચીનમાં પણ પોતાનું નેટવર્ક ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. વોરેન બફેટે જ્યારે 1965માં આ ટેસ્ટટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે એક શેરની કિંમત 20 ડોલર કરતા પણ ઓછી હતી અને આ શેર આજે હવે એક અલગ જ ઉંચાઈ પર પહોંચી ગયો છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ