બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / indian stock market-closes at lifetime high due to buying in fmcg banking energy stocks

બિઝનેસ / શેર બજારમાં લાઈફટાઈમ હાઈ પર સેન્સેક્સ-નિફ્ટી, નવા વર્ષ પહેલા આ શેરોમાં આતશબાજી, 1.70 લાખ કરોડનો ઉછાળો

Mahadev Dave

Last Updated: 04:32 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

,વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો ભારતીય શેર બજારમાં વર્ષ 2023ના છેલ્લા ટ્રેડિંગ અઠવાડિયામાં સતત ત્રીજા દિવસે શાનદાર ઉછાળા સાથે બંધ થયું છે.

  • સેન્સેક્સ-નિફ્ટી મજબૂત ઉછાળા સાથે લાઈફટાઈમ ટોચના સ્થાને 
  • નવા વર્ષ પહેલા શેર બજારમાં આવકારદાયક તેજી
  • BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 363 લાખ કરોડ સુધી પહોંચી ગયુ

નવા વર્ષના સ્વાગતમાં શેર બજારમાં અત્યારે આતિશબાજી ચાલુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોરદાર તેજી સાથે લાઈફટાઈમ હાઈ પર સેંસેક્સ અને નિફ્ટી બંધ થયો હતો. ત્યારે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો ભારતીય શેર બજારમાં વર્ષ 2023ના છેલ્લા ટ્રેડિંગ અઠવાડિયામાં સતત ત્રીજા દિવસે શાનદાર ઉછાળા સાથે બંધ થયું છે. FMCC અને એનર્જી સ્ટોકમાં ખરીદારીથી બજારમાં આજે તેજી જોવાઈ હતી. ડિસેમ્બર પણ સિરિઝનો છેલ્લો દિવસ હતો અને જોરદાર ખરીદીના કારણે BSE સેન્સેક્સ 371 પોઈન્ટના ઉછાળા સાથે 72,410 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 124 પોઈન્ટના ઉછાળા સાથે 21,778 પર બંધ રહ્યો હતો.

પાંચ દિવસની એકધારી તેજી બાદ શેરબજાર થયું ધડામ, સેંસેક્સ અને નીફ્ટીમાં થયો  મોટો ઘટાડો I After five days of steady gains, the stock market crashed,  Sensex and Nifty fell sharply.

જાણો સેક્ટરની શું સ્થિતિ છે?
આજના વેપારમાં સૌથી વધુ ઉછાળો નિફ્ટી FMCG ઈન્ડેક્સમાં હતો. જે 754 પોઈન્ટના ઉછાળા સાથે 56,504 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય બેન્કિંગ, એનર્જી, ઓટો, ફાર્મા, મેટલ્સ, ઈન્ફ્રા, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં જોરદાર તેજી જોવા મળી છે. આજના ટ્રેડમાં માત્ર IT અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોકમાં જ ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં રોનક જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે ક્લોઝ થયા હતા. જ્યારે નિફ્ટી 50 શેરોમાંથી 38 તેજી સાથે અને 12ના ઘટાડા સાથે બંધ થયો હતો.

માર્કેટ કેપમાં ઉછાળો
શેયર બજારમાં શાનદાર તેજીના કારણે માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડકંપનીઓનું માર્કેટ કેપ 363 લાખ કરોડ રૂપિયા પર પહોચ્યો છે. જે ગયા સત્રમાં 361.30 લાખ કરોડ રૂપિયા હતું. આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં 1.70 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો..


આજના કારોબારમાં NTPC 2.45 ટકા, નેસ્લે 2.26 ટકા, પાવર ગ્રીડ 2.14 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.33 ટકા, ટાટા મોટર્સ 1.13 ટકા, ITC 1.11 ટકા, ભારતી એરટેલ 1.06 ટકા, HDFC બેન્ક 0.80 ટકા, રિલાયન્સ 0.70 ટકાની તેજી સાથે બંધ થયો છે.. જ્યારે એશિયન પેઈન્ટ્સ 0.63 ટકા, ઈન્ફોસિસ 0.48 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.38 ટકા, મારૂતિ સુઝુકી 0.37 ટકાના વધારા સાથે બંધ થયા હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Share market update bse stock market વ્યાપાર શેર બજાર સેન્સેક્સ-નિફ્ટી share market update
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ