બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Chotila MLA Rutvik Makwana alleges that bogus commerce college is running

આક્ષેપ / કોંગ્રેસ MLAનો સનસનીખેજ આરોપ: ચોટીલાની આ કૉલેજ માત્ર કાગળ પર, ભૂતિયા વિદ્યાર્થી પરીક્ષા વગર પાસ

Dinesh

Last Updated: 05:18 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ બોગસ કોમર્સ કોલેજ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

  • સુરેન્દ્રનગરમાં બોગસ કોલેજ
  • કોંગ્રેસ MLA ઋત્વિક મકવાણાનો આક્ષેપ
  • "રજિસ્ટ્રેશન ચોટીલામાં અને કૉલેજ ચાલે છે રાજકોટ"


સુરેન્દ્રનગરમાં બોગસ કોલેજ ચાલતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય ઋત્વિક મકવાણા જણાવ્યું કે, ચોટીલા તાલુકામાં ઓન પેપર કૉલેજ ચાલે છે. તેમણે કહ્યું કે, રજિસ્ટ્રેશન ચોટીલામાં અને રાજકોટમાં કૉલેજ ચાલે છે આ કોલજ બંધ થવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. તેમણે આરોપ મૂક્યા છે કે, ભૂતિયા વિદ્યાર્થીઓ કોલેજ ગયા વિના પરીક્ષા પાસ કરે છે. જાની વડલાના નામે કોલેજને મંજુરી મળેલી છે.

સુરેન્દ્રનગરમાં બોગસ કોલેજ
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો આક્ષેપ છે કે ચોટીલાના જાની વડલામાં એક કોમર્સ કોલેજ આવેલી છે અને તેનું મકાન પણ ત્યાં છે. પરંતુ ત્યાં કોઈ પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવતો નથી. તેમણે કહ્યું કે આ કોલેજમાં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને રાજકોટ જવું પડી રહ્યું છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, જે ચોટીલાની કોલેજ રાજકોટમાં ચાલે છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રાજકોટમાં જ લેવાય છે. 


બોગસ કોલેજ બાબતે રિયાલિટી ચેકિંગ
ધારાસભ્યના નિવેદન બાદ અમારા મીડિયા કર્મીએ રાયાલિટી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ત્યાંથી પીવાના પાણી માટેના આરઓ પ્લાન્ટ મૂકેલા છે. પરંતુ બંધ હાલતમાં છે. વોટર કૂલરમાં નળ જ નથી લગાવવામાં આવેલા. વર્ગખંડોની હાલત પણ ખંડેર જેવી જણાઈ રહી છે. એક વ્યક્તિ અહીં બેસેલો હતો અને તેની પાસે કોમ્પ્યુટર ચાલુ હાલતમાં જોવા મળ્યું હતું. એ સિવાય અહીંના ચેકિંગમાં કશું એવું ન લાગ્યું કે અહીં અભ્યાસ કરાવવામાં આવતો હોય. આમ છતાં આ કોલેજ હજુ સુધી કેમ ચાલુ છે તેને લઈને સવાલ ઊઠે તે સ્વાભાવિક છે. 

ધારાસભ્યના આક્ષેપ બાદ ઉઠ્યા સવાલો
ધારસભ્યએ એટલા સુધી આક્ષેપ કર્યો છે કે કોલેજ બાબતે વિધાનસભા ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જે સમગ્ર ધટના બાદ સવાલો ઉઠી રહ્યાં છે કે, શું શિક્ષણ વિભાગ બોગસ કોલેજથી અજાણ હશે કે ચોટીલાની કૉલેજ રાજકોટમાં ચાલે છે. જે બાબતે લોકો કહી રહ્યાં છે કે સમગ્ર ઘટના યોગ્ય ઠરશે તો કોલેજના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી થશે? કૉલેજનું સ્થળ બદલીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યા હોય તેવા અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે. જે બાદ તો ચોટીલામાં બોગસ કોમર્સ કોલેજ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ