બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 10:05 PM, 2 September 2020
ADVERTISEMENT
ચીનની સરકાર ગ્લોબલ ટાઇમ્સના મુખપત્રએ નિષ્ણાંતને ટાંકીને કહ્યું છે કે ઍપ્સ પર પ્રતિબંધનો નિર્ણય કોરોના મહામારી અને ઘટતી અર્થવ્યવસ્થા તરફ ધ્યાન હટાવવા માટે મોદી સરકારે આ નિર્ણય લીધો છે.
ભારત પોતાની સમસ્યાઓને છૂપાવવા ઍપ્સ બૅન કરી રહી છે : ડ્રેગન
ADVERTISEMENT
મોદી સરકારના નિર્ણયથી ચીનનું ગુસ્સે ભરાવું સ્વાભાવિક છે, કારણ કે તે જાણે છે કે ભારતે તેના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું હતું કે ભારતની 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનું પગલું મોદી સરકારની સાહસિકતા અને તકવાદ બતાવવાનું છે. ભારત સરકારે આ નિર્ણય કોરોના મહામારી અને ઘટતી અર્થવ્યવસ્થા તરફ ધ્યાન હટાવવા માટે લીધો છે.
ચીનનો બફાટ સતત સામે આવી રહ્યો છે
ચીનનો બફાટ સતત સામે આવી રહ્યો છે. આ અગાઉ પણ ગ્લોબલ ટાઇમ્સે લખ્યું હતું કે ભારત તેની ઘરેલુ સમસ્યાઓથી પરેશાન છે, ખાસ કરીને કોરોના વાયરસની સ્થિતિથી, જે સંપૂર્ણપણે નિયંત્રણ બહાર છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ પણ ખરાબ છે. ભારત સરહદ વધારવાની પ્રવૃત્તિઓ હાથ ધરીને તેની સ્થાનિક સમસ્યાઓથી ધ્યાન હટાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે ચીન તરફથી સતત ઘૂસણખોરીના પ્રયાસો બાદ મોદી સરકારે બુધવારે PUBG સહિત 118 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે સેક્શન 69A હેઠળ આ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બુધવારે સાંજે સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
અત્યાર સુધી 224 ચાઈનીઝ ઍપ્સ પર પ્રતિબંધ
મહત્વનું છે કે 15 જૂને ગાલવાન ખીણમાં હિંસક અથડામણ થયા બાદ પણ ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ભારત સરકારે ટિકિટોક સહિત ચીનની ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં, જુલાઈના અંતમાં, વધુ 47 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ ભારતે અત્યાર સુધી કુલ 224 ચાઈનીઝ ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT