ચિલીમાં જંગલી પ્રાણીઓમાં 2022નાં અંતથી H5N1 બર્ડ ફ્લૂનાં મામલાઓ સામે આવી રહ્યાં છે. પરંતુ હવે પ્રાણીઓ બાદ માણસમાં પણ આ પહેલો કેસ મળી આવ્યો છે.
ચિલીમાં H5N1 બર્ડ ફ્લૂનાં મામલાઓ
માણસોમાં મળી આવ્યો પ્રથમ કેસ
ચિલી સરકાર એલર્ટ મોડમાં
ચિલીમાં માણસમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ મળ્યાં બાદ હડકંપ મચી ગયો છે. કેસ મળ્યાં બાદ ચિલી સરકાર એલર્ટ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર બુધવારે પહેલીવખત દેશમાં કોઈ માણસ બર્ડ ફ્લૂથી સંક્રમિત મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં 53 વર્ષીય એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લુએન્ઝાનાં લક્ષણો મળી આવ્યાં છે પરંતુ દર્દી સ્થિર સ્થિતિમાં છે.
માણસોમાં મળી આવ્યો પહેલો કેસ
ચિલીની સરકાર બર્ડ ફ્લૂનાં સ્ત્રોતની સાથે-સાથે દર્દીનાં સંપર્કમાં આવેલા લોકોને તપાસી રહી છે. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગતવર્ષનાં અંતથી H5N1 બર્ડ ફ્લૂનાં મામલા સામે આવી રહ્યાં છે. પરંતુ માણસોમાં તેમનો પહેલો કેસ મળી આવ્યો છે.
In other great news: the first case of bird flu A(H5N1) in humans in Chile was detected today in the north of the country on a 53-year-old man, who is currently stable, yet severely affected.
મરઘાંની નિકાસ પર પ્રતિબંધ
ચિલીમાં પ્રાણીઓમાં H5N1નાં કેસ સામે આવ્યાં બાદ મરઘાંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આર્જેંટીનામાં મરઘાંની ફર્મોમાં બર્ડ ફ્લૂનાં કેસ મળી આવ્યાં છે. જો કે પોલ્ટ્રીનો દુનિયાનો સૌથી મોટો નિકાસ કરતા દેશ બ્રાઝિલમાં કોઈ કેસ મળી આવ્યો નથી.
હ્યૂમન ટૂ હ્યૂમન ટ્રાંસમિશનનો કોઈ સંકેત નથી
ચિલીનાં સ્વાસ્થ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે પક્ષીઓ કે સમુદ્રી જીવોથી માણસોમાં વાયરસ ફેલાઈ શકે છે પરંતુ હ્યૂમન ટૂ હ્યૂમન ટ્રાંસમિશનનો કોઈ સંકેત મળ્યો નથી. આ વર્ષની શરૂઆતમાં ઈક્વાડોરમાં 9 વર્ષની એક બાળકીમાં બર્ડ ફ્લૂનાં પહેલા હ્યૂમન ટૂ હ્યૂમન ટ્રાંસમિશનનાં પહેલા મામલાની પુષ્ટિ થઈ હતી.દુનિયાભરનાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે માણસોની વચ્ચે ટ્રાંસમિશનનું જોખમ ઓછું છે જો કે વેક્સિન નિર્માતા કમપીઓ માણસો માટે બર્ડ ફ્લૂ શોટ્સ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.