બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / children will be admitted to class 1 only if they complete 6 years
Malay
Last Updated: 12:38 PM, 20 December 2022
ADVERTISEMENT
આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક વર્ષ ખૂટતું હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. એટલે કે 2023થી બાળકોના 6 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં પ્રવેશ મળશે.
શિક્ષણ વિભાગનો પરિપત્ર
23 ડિસેમ્બર, 2020ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશની વયવર્મયાદા 5ના બદલે 6 વર્ષથી કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરાઈ હતી. જોકે, આ પરિપત્રનો અમલ કરવામાં આવે તો KGમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે એવી પરિસ્થિતિ સર્જાય તેમ હોવાથી આનો અમલ 2023-24ના શૈક્ષણિક વર્ષથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે, નર્સરી અને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.
ADVERTISEMENT
6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે, રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જૂન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે.
2023થી 6 વર્ષ પુર્ણ હશે તેમને જ મળશે ધોરણ 1માં પ્રવેશ
6 વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી. જે બાળકોના છ વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ અપાશે નહીં. 2023-24થી એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.