બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Chief Minister Bhupendra Patel launched an online portal to accept donations to the CM Relief Fund

ગાંધીનગર / ભૂપેન્દ્ર પટેલના હસ્તે CM રીલીફ ફંડમાં દાન સ્વીકારવા ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ, એક ક્લિકમાં કરી શકશો પેમેન્ટ

Dinesh

Last Updated: 10:41 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : રીલીફ ફંડમાં દાન સ્વીકારવાના ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ, મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે

  • CM રીલીફ ફંડમાં દાન સ્વીકારવા ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ
  • રાહત ફંડમાં ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે
  • ઓનલાઇન ડોનેશન આપીને હવે ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે


ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ  એક કદમ ભર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે શરૂ કરવામાં આવેલા પોર્ટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ પોર્ટલ પર ઓનલાઇન લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે. આ લિંક પર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે અને દાન આપનાર વ્યક્તિ પોતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ પે-ડોનેશન  પર ક્લિક કરીને અલગ-અલગ પેમેન્ટ મોડ, તમામ યુ.પી.આઈ પ્લેટફોર્મ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્યુ.આર. કોડ જેવા માધ્યમથી સી.એમ. રીલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકશે.

રાહત નિધિમાં મળતા દાનનો ઉપયોગ
આ પેમેન્ટ સક્સેસફુલ થયેથી દાન આપનાર વ્યક્તિને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ, 80-જી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રી દ્વારા અપાતો પ્રશંસાપત્ર ત્વરાએ મળી જશે. આ ઓનલાઇન ડોનેશન પોર્ટલ અને રીસીપ્ટનું ઓનલાઈન ડિજિટલાઇઝેશન પદ્ધતિ કાર્યરત થવાથી દાતાને તુરંત જ પેમેન્ટ રીસીપ્ટ અને સર્ટિફિકેટ મળી જશે અને જરૂર જણાયે ગમે ત્યારે મોબાઈલ નંબર લોગીનથી રીસીપ્ટ કે સર્ટિફિકેટ મેળવી પણ શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં આવી રાહત-સહાય આપવાના ધોરણો વધુ ઉદાર બનાવવાની સંવેદના સાથે સપ્ટેમ્બર-2021થી અત્યાર સુધીમાં ગંભીર રોગોથી સારવાર માટે 2085 લોકોને કુલ 30.81 કરોડ રૂપિયા તેમજ અકસ્માત મૃત્યુ અને ઈજાના કેસોમાં 450થી વધુ લોકોને 18.85 કરોડની સહાય સરકારે આપી છે. રાહત નિધિમાં મળતા દાનનો ઉપયોગ આવા જરૂરતમંદ વ્યક્તિઓના કિસ્સામાં સહાય માટે રાજ્ય સરકાર કરે છે.

જરૂરતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવશે
કુદરતી આપત્તિમાં મદદ-સહાય ઉપરાંત કેન્સર, હાર્ટ સર્જરી, લંગ્સ રીપ્લેસમેન્‍ટ, મૂત્રપિંડના રોગો જેવા ગંભીર રોગોની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં પણ જાન ગુમાવનારા અને ગંભાર ઈજાગ્રસ્ત લોકોને આ ફંડમાંથી સહાય અપાઈ છે. હવે, ઓનલાઇન પોર્ટલના કાર્યરત થવાથી દેશ અને દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાના તરફથી દાન-ડોનેશન એટ વન ક્લિકથી આપી શકશે અને આવા જરૂરતમંદ લોકોની મદદ માટેના સરકારના કાર્યોમાં સહયોગી બની શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ પોર્ટલ અને ડોનેશનની રીસિપ્ટના ઓનલાઇન ડિજિટલાઇઝેશનનો પ્રારંભ રાહત કમિશનર આલોક પાંડે, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવઓ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડીયાના ચીફ જનરલ મેનેજર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ