બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / છાતીમાં દુખાવો અને થાક, સવારે ઉઠતાની સાથે પુરૂષોમાં આ સંકેત હાર્ટ બ્લોકેજની નિશાની
Last Updated: 10:08 PM, 30 November 2024
કોઈ મોટી બીમારી થતાં પહેલા આપણું શરીર અમુક નાના નાના સંકેતો આપે છે. આવો જ એક સંકેત છે 'મોર્નિંગ ઇરેક્શન' કે 'મોર્નિંગ વુડ' છે. જે સવારે પુરુષોમાં જોવા મળે છે. આ સંકેત માત્ર સેક્સ્યુઅલ હેલ્થનું પ્રતીક નથી, પણ હૃદયના સ્વાસ્થ્ય સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. જો આ સામાન્ય શારીરિક પ્રક્રિયા સવારમાં વારંવાર ગાયબ રહે તો તે હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
'નોક્ટર્નલ પેનાઇલ ટ્યુમસેન્સ' (NPT) કે મોર્નિંગ ઇરેક્શન પુરુષોની ઊંઘ દરમિયાન થાય છે, ખાસ કરીને રેપિડ આઇ મૂવમેન્ટ સ્ટેજમાં થાય છે. જે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ અને પેનાઇલ ટિશ્યૂમાં બ્લડ ફ્લોના વધવાના કારણે થાય છે. જો મોર્નિંગ ઇરેક્શન અચાનક ઓછું કે ગાયબ થઈ જાય તો તે બ્લડ ફ્લો, હોર્મોન લેવલ કે નર્વ ફંક્શનમાં સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
ઇરેક્ટાઇલ ડિસફંક્શન (ED) એ હ્રદય રોગની શરૂઆતના સંકેત માનવામાં આવે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જેવી રીતે કોરોનરી નસોમાં પ્લેકની રચના બ્લડ ફ્લોમાં અવરોધ પેદા કરે છે, તે સમસ્યા પેનાઇલ નસોમાં પણ થઈ શકે છે. પેનાઇલ નસોમાં કોરોનરી ધમનીઓથી નાની હોય છે. આ માટે તેના બ્લોકેજના લક્ષણો વહેલા દેખાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડિત પુરુષોને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યા થવાની સંભાવના વધુ હોય છે.

ADVERTISEMENT
મોર્નિંગ ઇરેક્શન માટે હેલ્થી બ્લડ ફ્લો અને નસોનું લચીલુ હોવું જરૂરી છે. જો લગાતાર મોર્નિંગ ઇરેક્શન ન થઈ રહ્યું હોય, તો તે ધમનીઓમાં બ્લોકેઝ અથવા બ્લડ ફ્લોની સમસ્યા હોવાનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.