ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કેન્સર પીડિતાના પુત્રએ ડોક્ટરને 7 વાર માર્યુ ચાકૂ, ICUમાં ભરતી, પકડાયો આરોપી

ચેન્નાઈ / કેન્સર પીડિતાના પુત્રએ ડોક્ટરને 7 વાર માર્યુ ચાકૂ, ICUમાં ભરતી, પકડાયો આરોપી

Last Updated: 02:49 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chennai Doctor Attack : સરકારી હોસ્પિટલમાં દાખલ કેન્સર પીડિતાના પુત્રએ ડોક્ટર પર ધારદાર છરી વડે હુમલો ગંભીર રીતે ઘાયલ ડૉક્ટર સારવાર હેઠળ

ADVERTISEMENT

Chennai Doctor Attack : આપણે અનેકવાર ડોકટરો પર હુમલાના સમાચાર જોઈએ છીએ. જેમાં દર્દી કે દર્દીના સગાઓ દ્વારા કોઈને કોઈ બાબતે ડૉક્ટર પર હુમલો કરવામાં આવે છે. આ તરફ હવે ચેન્નાઈથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. વાસ્તવમાં ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં એક વ્યક્તિએ ડોક્ટર પર છરી વડે હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં દાખલ કેન્સર પીડિતાના પુત્રએ ડોક્ટર પર ધારદાર છરી વડે હુમલો કર્યો. હુમલામાં ડોક્ટર બાલાજીને છરીના સાત ઘા મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમની હાલ સારવાર ચાલુ છે.

ચેન્નાઈ સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલાના કેસમાં અધિકારીઓએ જણાવ્યું કે, ચેન્નાઈના રહેવાસી આરોપી વિગ્નેશની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કલાઈંગર સેન્ટેનરી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં બની હતી જ્યાં ડૉ બાલાજી કામ કરતા હતા. ત્યારબાદ વિજ્ઞેશે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ વિજ્ઞેશે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થળ પર હાજર લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

શું કહ્યુ મુખ્યમંત્રીએ ?

આ ઘટના પર નિરાશા વ્યક્ત કરતા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, તેમણે ઘાયલ ડોક્ટરને જરૂરી સારવાર આપવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઘટનાની ઝીણવટભરી તપાસના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું, આ ભયાનક છે કે, ગિન્ડી કલાઈગ્નાર સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરતા ડૉ. બાલાજીને દર્દીના પરિવારના સભ્યએ છરી મારી હતી. આ ઘટનામાં સામેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મેં નિર્દેશ આપ્યો છે કે, ડૉ. બાલાજીની તમામ જરૂરી સારવાર પૂરી પાડવી જોઈએ અને મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સારવાર આપવાનું અમારા સરકારી ડૉક્ટરોનું નિઃસ્વાર્થ કાર્ય અતુલ્ય છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી ફરજ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સરકાર તમામ પગલાં લેશે.

વધુ વાંચો : રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ બની જશે ફૂલપ્રૂફ! લાગુ પડશે સુધારા, કેન્દ્રનું મોટું એલાન

આ સાથે રાજ્યના આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમે પણ આ મામલે વહેલી તકે પગલાં લેવાનું વચન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા માટે તાત્કાલિક પગલાં લેશે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે દેશભરના ડોકટરો હોસ્પિટલોમાં કડક સુરક્ષા અને ડોકટરો પર હુમલાનો સામનો કરવા માટે કડક કાયદાની માંગ કરી રહ્યા છે. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ આ માંગ વધુ તીવ્ર બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Doctor Attack Tamil Nadu Chennai Doctor Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ