બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / cheapest air tickets air india start namaste world sale domestic flight

Business / સસ્તી ટિકિટમાં વિમાનમાં બેસવાનો મોકો, આ જાણીતી કંપનીએ આપી જોરદાર ઓફર, ટિકિટનો ભાવ જોઈ હરખાશો

Vikram Mehta

Last Updated: 11:06 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઈન્ડિયાએ ‘નમસ્તે વર્લ્ડ સેલ’ નામની ઓફર લોન્ચ કરી છે. ગ્રાહકો એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરાવવાની રહેશે.

  • એર ઈન્ડિયાએ ‘નમસ્તે વર્લ્ડ સેલ’ નામની ઓફર લોન્ચ કરી
  • સસ્તા ભાવે આંતરરાષ્ટ્રીય ટિકિટ બુક કરાવી શકો છો
  • વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરાવવાની રહેશે

એર ઈન્ડિયાએ ‘નમસ્તે વર્લ્ડ સેલ’ નામની ઓફર લોન્ચ કરી છે. આ ઓફરનો લાભ લઈને, તમે સસ્તા ભાવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટ બુક કરાવી શકો છો. ગ્રાહકો એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરાવવાની રહેશે.

‘નમસ્તે વર્લ્ડ સેલ’ ઓફર હેઠળ, એર ઈન્ડિયા ડોમેસ્ટિક ટિકિટ 1,799 રૂપિયામાં વન વે ટિકિટ ઓફર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય રૂટ માટે 3899 રૂપિયામાં ટિકિટ ઓફર કરી રહી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, એરલાઈને કન્વિનિયસ ફી માફ કરી દીધી છે. 2 ફેબ્રુઆરીથી આ ઓફર શરૂ થઈ છે અને 5 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ ટિકિટ બુક કરવા માટે માત્ર એક દિવસ બાકી છે.

30 સપ્ટેમ્બર સુધી ટિકિટ બુક કરો
આ ઓફર હેઠળ 2 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર 2024 સુધી મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકાશે. ડોમેસ્ટિક રૂટ માટે ઇકોનોમી ક્લાસ માટેની વન વે ટિકિટની કિંમત 1799 રૂપિયાથી શરૂ થાય છે. બિઝનેસ ક્લાસ માટે વન વે ટિકિટ 10,899 રૂપિયાથી શરૂ થાય છે. ડેસ્ટિનેશન માટે વન વે મુસાફરી માટે ઇકોનોમી ક્લાસ ટિકિટની કિંમત 3899 રૂપિયા છે અને ટુ વે માટે ટિકિટની કિંમત 9600 રૂપિયાછે. 

વધુ વાંચો: ચહેરો ચમકતો રાખવા નારિયેળ પાણીનો કરો ઉપયોગ? ફાયદાની જગ્યાએ નુકસાન અનેક, પહેલું ખીલ ઉપડશે

ટિકિટ બુક કેવી રીતે કરાવવી?
એર ઈન્ડિયા અનુસાર, આ ઓફર હેઠળ અમેરિકા, કેનેડા, બ્રિટન, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ અને મિડલ ઈસ્ટ, એશિયા પેસિફિક અને સાઉથ એશિયા માટે ટિકિટ બુક કરી શકાય છે. એરલાઈને એક્ઝિક્યુટિવ અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે ખાસ ભાડા રજૂ કર્યા છે. આ ઓફર હેઠળ, ભારતથી USA સુધીની ઇકોનોમી ક્લાસ માટેની ટિકિટ 31,956 રૂપિયા (વન વે) અને 54,376 રૂપિયા (રિટર્ન), ભારતથી યુરોપ માટેની ટિકિટ 22,283 રૂપિયા (વન વે) અને 39,244 રૂપિયા (રિટર્ન)માં ઉપલબ્ધ છે. ગલ્ફ અને મિડલ ઇસ્ટ માટેની ટિકિટ 7714 રૂપિયા (વન વે) અને 13,547 રૂપિયા (રિટર્ન) અને ભારતથી સિંગાપોર માટેની ટિકિટ 6772 રૂપિયા (વન વે) અને 13,552 રૂપિયા (રિટર્ન)માં બુક કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

air india flight ticket cheapest air tickets namaste world sale namaste world sale flight એર ઈન્ડિયા ફ્લાઈટ નમસ્તે વર્લ્ડ સેલ ફ્લાઈટ ટિકિટ ફ્લાઈટ ટિકિટ બુક સસ્તા ભાવે ફ્લાઈટ ટિકિટ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ