બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Chandrayaan 3: With the help of Pragyan rover's tyre, Ashoka Pillar will be printed on the moon's surface, no one can erase it for thousands of years

ચાંદ કે પાર ચલો / ચંદ્રયાન 3 : પ્રજ્ઞાન રોવરના ટાયરની મદદથી ચંદ્રની ધરા પર છપાઈ જશે અશોક સ્તંભ, હજારો વર્ષ સુધી કોઈ મિટાવી નહીં શકે

Megha

Last Updated: 11:19 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 : ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું એ બાદ પ્રજ્ઞાન રોવર વિક્રમમાંથી બહાર આવ્યું. રોવર ચંદ્ર પર જ્યાંથી પસાર થશે ત્યાં અશોક ચક્રની છાપ છોડી જશે.

  • ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું
  • વિક્રમ લેન્ડર ચંદ્રની જમીનને સ્પર્શ્યા પછી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું 
  • પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર અશોક ચક્રની છાપ છોડી જશે
  • રોવરના ટાયર ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે

Chandrayaan 3 Pragyan rover tyre: 23 ઓગસ્ટની સાંજ ભારત માટે ઐતિહાસિક સમય લઈને આવી. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું અને દુનિયાનો અન્ય કોઈ દેશ આવી સિદ્ધિ કરી શક્યો નથી. સાથે જ ચંદ્રની સપાટી પર અવકાશયાન ઉતારનાર ભારત ચોથો દેશ બની ગયો છે. વિક્રમ લેન્ડર ચંદ્રની જમીનને સ્પર્શ્યા પછી પ્રજ્ઞાન રોવર વિક્રમમાંથી બહાર આવ્યું અને રોવરે પોતાનું કામ પણ શરૂ કરી દીધું છે. 

પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર અશોક ચક્રની છાપ છોડી જશે
ઇસરોએ રોવરને ખાસ રીતે એવી રીતે ડિઝાઇન કર્યું છે કે તે દક્ષિણ ભાગમાં એવી વસ્તુઓ શોધી શકશે જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ઉપયોગી થશે. રોવરનું કામ માત્ર ચંદ્ર પર કામ કરવાનું નથી. આ વખતે રોવરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યાંથી તે પસાર થશે ત્યાં ભારતીય ત્રિરંગાની ભવ્યતા અશોક ચક્રની છાપ છોડી જશે.

રોવરના ટાયર ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે
માત્ર કામ જ નહીં રોવર ચંદ્રની સપાટી પર ભારતની ઓળખ પણ છોડી દેશે. એટલે કે જ્યાં પણ રોવર પસાર થશે ત્યાં તે અશોક ચક્રના નિશાન છોડશે. રોવરના ટાયર ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેના એક ભાગમાં અશોક ચક્ર છે અને બીજા ભાગમાં ઈસરોનો લોગો છે. ચંદ્ર પર હવા ન હોવાને કારણે આ નિશાનો ચંદ્રની સપાટી પર કાયમ રહેશે. 1969માં અમેરિકન અવકાશયાત્રીઓએ ચંદ્ર પર જે વસ્તુઓ છોડી દીધી હતી તે આજે પણ એવી જ છે.

23 ઓગસ્ટની સાંજે 6.04 મિનિટે સોફ્ટ લેન્ડિંગ કર્યું
ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. લગભગ એક અઠવાડિયા પહેલા રશિયાએ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના લુના-25 યાનને લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ કેટલીક તકનીકી સમસ્યાઓના કારણે તે ક્રેશ થઈ ગયું હતું. તેની સામે ચંદ્રયાન-3 40 દિવસની લાંબી મુસાફરી પછી, પૃથ્વીથી લગભગ 4 લાખ કિલોમીટરની મુસાફરી કરી અને 23 ઓગસ્ટની સાંજે 6.04 મિનિટે સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધું પણ હવે આગળ શું?
સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી બહાર આવ્યું છે. રોવરનું કામ ચંદ્રની સપાટી પર તે વસ્તુઓ શોધવાનું છે, જે ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. 2008 માં, ચંદ્રયાન-1 એ ચંદ્રની દક્ષિણ બાજુએ પાણી શોધી કાઢ્યું હતું.તે થી રોવરનું કામ પાણીનો બરફ શોધવાનું અને ભવિષ્યમાં માનવ વસાહતો શક્ય છે કે કેમ તે શોધવાનું છે. આ સિવાય પરમાણુ હથિયારોમાં ઉપયોગમાં લેવાતા હિલીયમ પણ ચંદ્રના આ ભાગ પર હોવાની સંભાવના છે. સાથે જ સોનું, ચાંદી અને અનેક ખનિજો મળવાની પણ સંભાવના છે.

14 દિવસો પછી લેન્ડર અને રોવરનું શું થશે?
ચંદ્ર પર એક દિવસ અને રાત પૃથ્વી પરના 14 દિવસ અને રાત બરાબર છે. રોવર અને લેન્ડરથી ઈસરોને જે પણ જાણકારી મળશે તે માત્ર 14 દિવસો સુધી જ મળશે કારણકે ચંદ્રને માત્ર 14 દિવસ સુધી જ પ્રકાશ મળશે.  એટલે કે 1 લૂનાર દિવસ પછી ત્યાં રાત થઈ જશે.લેન્ડર અને રોવર આ દિવસોમાં સંપૂર્ણ સક્રિયતાની સાથે ઈસરોને તમામ સૂચનાઓ મોકલશે. રોવર અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરવા સક્ષમ હોય છે. તેથી રાત થયાંની સાથે જ તેઓ નિષ્ક્રિય થઈ જશે. જો કે રાત્રીનાં 14 દિવસ પછી પણ જો રોવર અને પ્રજ્ઞાન સલામત છે તો આ ચંદ્ર મિશન ભારત માટે બોનસ સમય રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ