બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Chandkheda corporator Rajshree Kesari threatened with death in Ahmedabad

એટ્રોસિટી / ‘વિપક્ષ કે નેતા મેં સે તેરા નામ હટા દે નહીં તો તેરે પે એસિડ ડાલ કે માર દૂંગા’, અમદાવાદમાં મહિલા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી

Dinesh

Last Updated: 05:01 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદમાં વિપક્ષ નેતાની દાવેદારીનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો, ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીને મળી ધમકી

  • ચાંદખેડાનાં કોર્પોરેટર રાજશ્રી કેસરીને જાનથી મારી નાખવાની ધમકી
  • ચાંદખેડા પોલીસ બે શખ્સ વિરુદ્ધ ધમકી-એટ્રોસિટીની ફરિયાદ કરી
  • ‘વિપક્ષ કે નેતા મેં સે તેરા નામ હટા દે નહીં તો તેરે પે એસિડ ડાલ કે માર દૂંગા’ 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે રાજકારણ ગરમાયું છે ત્યારે ચાંદખેડાનાં મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી પર એસિડ એટેક કરીને જાનથી મારી નાખવાની ધમકી મળતાં ચકચાર મચી ગઇ છે. વિરોધ પક્ષના નેતાની પસંદગીમાં રાજશ્રી કેસરીનું નામ પણ રેસમાં છે. ત્યારે તેમને છેલ્લા 15 દિવસથી ગર્ભિત ધમકીઓ મળતાં અંતે પોલીસ ફરિયાદ કરાઇ છે. રાજશ્રી કેસરીનો હું ખાનદાની રહીશ છું તેમ કહીને ધમકી આપતો કથિત ઓડિયો વાઈરલ થયો છે.

રાજશ્રી કેસરી

બે શખ્સ વિરુદ્ધ ધમકી તેમજ એટ્રોસિટીની ફરિયાદ
ચાંદખેડા વિસ્તારમાં આવેલા શ્યામ બંગ્લોઝમાં રહેતાં અને કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઇમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ વિરુદ્ધ ધમકી તેમજ એટ્રોસિટીની ફરિયાદ કરી છે. રાજશ્રી કેસરી ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટરની ચૂંટણી જીત્યાં છે અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકેની રેસમાં પણ છે. રાજશ્રી કેસરી સોશિયલ મીડિયામાં પણ ઘણાં સક્રિય છે. જેના કારણે ગઇ કાલે બપોરે બહેરામપુરાનાં કોર્પોરેટર કમળાબહેન ચાવડાનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, રાજશ્રીબહેન તમારા નામથી સોશિયલ મીડિયામાં પોસ્ટ ચાલી રહી છે. જે પોસ્ટ ઇમ્તિયાઝ શેખ અને જમશેદ શેખે મૂકેલી છે. જે તમને બદનામ કરી રહ્યા છે. કમળાબહેન ચાવડાએ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટના સ્ક્રીનશોટ પાડી લીધા હતા અને રાજશ્રી કેસરીને મોકલી આપ્યા હતા. 

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
રાજશ્રી કેસરીએ ઇમ્તિયાઝ અને જમશેદનું એકાઉન્ટ જોતાં તેણે ખોટી કોમેન્ટ કરી હોવાનું સામે આવ્યું હતું. કોમેન્ટ જોયા બાદ રાજશ્રી કેસરીને જાણવા મળ્યું હતું કે ઇમ્તિયાઝ શેખ છેલ્લા 15 દિવસથી અલગ અલગ નંબરથી ફોન કરીને ધમકી આપતો હતો કે વિપક્ષ કે નેતા મેં સે તેરા નામ હટા દે નહીં તો તેરે પે એસિડ ડાલ કે તુજે જાન સે માર દૂંગા, તુમ લોગોં કો બહોત ચરબી ચઢી હૈ તુમ્હારી ચરબી નિકાલની પડેગી. રાજશ્રી કેસરીને સતત ધમકીઓ મળતાં અંતે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

હું ખાનદાની રઈસ છુઃ રાજશ્રી કેસરીનો કથિત ઓડિય
મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં રાજશ્રી કેસરી 500નાં બંડલ લઇને જાય છે અને ભાજપના મહિલા કોર્પોરેટર દીપ્તિબહેન અમરકોટિયાને આપે છે. આ ઘટનાને લઇને કોંગ્રેસના એક કાર્યકરે ફેસબુક પર વીડિયો અંગે કોમેન્ટ કરી હતી. કોમેન્ટ બાદ રાજશ્રી કેસરીએ કાર્યકરને ફોન કરીને ધમકી આપી હતી કે તારામાં તાકાત હોય તો ચાંદખેડા આવીને બતાવ, નહીંતર હું તારા ઘરે આવીને મારીશ. આ સિવાય અભદ્ર ભાષામાં ગાળો પણ ભાંડી હતી. કાર્યકર સાથે વાત કરતાં રાજશ્રી કેસરીએ ‘હું ખાનદાની રઈસ છું’ની વાત પણ કરી હતી.   

મ્યુનિ. કોંગ્રેસના નેતા બનવા માટેનો કકળાટ વેણુગોપાલ સુધી પહોંચ્યો
મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા બનવા માટે પક્ષમાં ભારે યાદવાસ્થળી જામી છે અને કેટલાક મહત્ત્વાકાંક્ષી કોર્પોરેટરો પોતે નેતા બનવા માગે છે. આ અંગેનો કકળાટ એટલી હદે વધ્યો છે કે અમુક મહત્ત્વાકાંક્ષીઓએ રાજ્યસભાના સંસદસભ્ય અને કેન્દ્રીય સ્તરના મહત્ત્વના નેતા એવા કે. સી. વેણુગોપાલની પણ મુલાકાત લીધી હતી. છેક દિલ્હી સુધી જો નેતાપદનો કકળાટ પહોંચ્યો હોય તો આ બાબત સમજી શકાય છે કે આ માટેની લડાઈ કેવા અને કેટલા સ્તરે થઈ રહી છે. મ્યુનિસિપલ કોંગ્રેસનાં વર્તુળો કહે છે કે આ સામસામી ફરિયાદ પણ નેતાપદની સ્પર્ધાનું પરિણામે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ