બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિવાળી પહેલા મોદી સરકારની કર્મચારીઓને ગિફ્ટ, હવે રિટાયરમેન્ટ બાદ તરત મળશે આ લાભ

આનંદો / દિવાળી પહેલા મોદી સરકારની કર્મચારીઓને ગિફ્ટ, હવે રિટાયરમેન્ટ બાદ તરત મળશે આ લાભ

Hiralal Parmar

Last Updated: 10:34 AM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલા મોદી સરકારે તેના કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ગિફ્ટ આપી છે જેનો લાભ કરોડો કર્મચારીઓને મળશે.

દિવાળી પહેલા મોદી સરકાર સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (CCS) કર્મચારીઓ માટે ભેટ લઈને આવી છે. કેન્દ્ર સરકારે પેન્શન અને નિવૃત્તિ લાભોની ચુકવણીમાં મોટા ફેરફારો કર્યા છે. પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DPPW) એ સમગ્ર પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સમયસર બનાવવાના હેતુથી નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે અનુસાર હવે નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન માટે મહિનાઓ રાહ નહીં જોવી પડે એટલે કે તેમને નિવૃતી પછી તરત પેન્શન મળી જશે.

કોઈનું પણ નહીં અટકે પેન્શન

હવે મંજૂરીના અભાવે કોઈપણ કર્મચારીનું પેન્શન અટકાવવામાં આવશે નહીં. વિભાગોને નિવૃત્તિના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા આ મંજૂરી આપવા સૂચના આપવામાં આવી છે, જેથી પેન્શન સમયસર વહેંચી શકાય.

ઓટો-ફ્લેગિંગ અને ઓટો-એસ્કેલેશનની સુવિધા

સરકારે ભવિષ્ય પોર્ટલને વધુ ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને સ્વચાલિત બનાવવાની યોજના જાહેર કરી છે. હવે તેમાં ઓટો-ફ્લેગિંગ અને ઓટો-એસ્કેલેશનની સુવિધા હશે જેથી કોઈ પણ કેસ વિલંબિત ન થાય. ઉપરાંત, બધા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડને ડિજિટાઇઝ કરવામાં આવશે અને e-HRMS પ્લેટફોર્મ પર એકીકૃત કરવામાં આવશે. સુધારાઓ પેન્શન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને સમયસર બનાવશે. નિવૃત્ત થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે સમયસર પેન્શન અને લાભોના રૂપમાં તેમની વર્ષોની મહેનતનું સન્માન મળશે.

વધુ વાંચો : પર્સનલ લોન લેનારા લોકોને મોટી રાહત! જો આમ કામ કરશો તો મળશે 6 મોટા લાભ, કદી નહીં પડે બોજો

પીએફ પેન્શન વધવાની પણ અપેક્ષા

તે ઉપરાંત સરકારે પીએફ ખાતા ધારકોના પેન્શનમાં પણ વધારો કરી શકે છે. હાલમાં પીએફ ખાતાધારકોને 1000નું પેન્શન મળી રહ્યું છે તેમાં 2500 સુધીનો વધારો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pension news pension
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ